-
Today 22-12-2024 05:16:am
વગર ચોમાસે વરસેલા વરસાદના કારણે ભુજમાં લોકો પાણીમાં ફસાયા : ફાયર બ્રિગેડ કર્યા રેસ્ક્યુ આજે સમગ્ર પશ્ચિમ કચ્છમાં વરસેલા વરસાદ અને ખાસ કરીને ભુજમાં જે રીતે થોડી જ કલાકોમાં અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. બસ સ્ટેશન વાળા જેવા ધમધમતા વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તો બીજી બાજુ અનેક મકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા. મહેંદી કોલોની વિસ્તારમાં પાણી એટલા ભરાઈ ગયા હતા કે એક ઘરમાં ફસાયેલા છ વ્યક્તિઓ ને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. સાંજે 7:45 કલાક આસપાસ ભુજ ફાયર સ્ટેશન કંટ્રોલરૂમ પર બચાવવા માટેનો ફોન આવ્યો હતો જેમાં ભુજ ખાતે મેંદી કોલોની ચાકી જમાતખાના પાસેના એક મકાનમાં વ્યક્તિઓ ઘરમાં ફસાઈ ગયા હતા અને ચો તરફ પાણી ફરી વળ્યું હતું. માત્ર એટલું જ નહીં રસ્તા પર પાણીની આવક ચાલુ જ હતી જેના કારણે ઘરમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા ખૂબ જરૂરી બન્યા હતા. એક બાજુ સૂરજ ડૂબતો હતો અને બીજી બાજુ ડૂબતા લોકોને બચાવવા માટે શાખાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ વ્યક્તિઓને સફળતાપૂર્વક કર્યું હતું. આ કામગીરીમાં ભુજ સ્ટાફના ડિસીપીઓ મહેશ ગોસ્વામી, ઈસ્માઈલ જત, નરેશ લોહરા વાઘજી રબારી સહિતના લોકો કામગીરીમાં જોડાયા હતા.