-
Today 23-12-2024 05:31:am
ગુજરાત બોર્ડ ની પરીક્ષા ફેબ્રુઆરી - માર્ચ માં લેવાશે : તારીખ કરાઈ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવામાં આવશે . મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાવામાં આવશે . આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર પણ મૂકી દેવામાં આવ્યો છે જેથી તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાઓ પોતાની અનુકૂળતાએ જોઈ શકે અને તે રીતે તૈયારીઓ કરાવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બોર્ડ ની પરીક્ષા વેહલી પૂરી કરવામાં આવશે .