-
Today 22-11-2026 07:36:pm


વિશ્વની અતિસંકટગ્રસ્ત *Critically Endangered* પક્ષી પ્રજાતિ *ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ - ઘોરાડ* ના સંરક્ષણમાં કચ્છ પશ્ચિમ વન વિભાગને મોટી સફળતા મળી છે. *જમ્પ સ્ટાર્ટ ટેકનિક* દ્વારા નલિયાના ઘાસના મેદાનમાં 29 મે 2024 ના રોજ જન્મેલા બચ્ચાએ કુદરતી વાતાવરણમાં 150 દિવસથી વધુ સમય સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. વન વિભાગના જણાવ્યા મુજબ આ બચ્ચું 24 મે 2024 ના રોજ પ્રથમ વખત કુદરતી આવાસમાં જોવા મળ્યું હતું. ત્યારથી તે સ્વતંત્ર રીતે વિચરણ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો માટે આ ઘોરાડ સંરક્ષણના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે. *નર હોવાની પુષ્ટિ: પ્રજાતિના ભવિષ્ય માટે મહત્વનું* વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા *WII* ના નિષ્ણાતોએ બચ્ચાની શારીરિક લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન કર્યું. માથા પર કાળો તાજ, મજબૂત જાડી ગરદન અને પગની વિશિષ્ટ રચનાના આધારે તે *નર* હોવાની પુષ્ટિ થઈ છે. ઘોરાડની વસ્તી વિશ્વભરમાં ખૂબ ઓછી હોવાથી નર બચ્ચાનું કુદરતમાં ટકી રહેવું ખૂબ જ મહત્વનું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નર ભવિષ્યમાં પ્રજાતિની વસ્તી *પુનઃસ્થાપિત* કરવામાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે. *પર્યાવરણીય સંતુલનમાં ઘોરાડની ભૂમિકા* ઘોરાડ મુખ્યત્વે ખુલ્લા ઘાસના મેદાનોમાં વસવાટ કરતું પક્ષી છે. તે ટીડ, ભમરા અને અન્ય કીટકો ખાઈને કુદરતી નિયંત્રણમાં મદ કરે છે. સાથે જ બીજ અને વનસ્પતિઓનો પણ આહાર લે છે. વૈજ્ઞાનિકોના મતે ઘોરાડ જેવી વિશિષ્ટ પ્રજાતિનું સંરક્ષણ એટલે સમગ્ર ઘાસના મેદાનના પર્યાવરણ અને તેની સાથે જોડાયેલી અન્ય વન્યજીવ પ્રજાતિઓનું રક્ષણ. આ સફળતા કચ્છને ઘોરાડ સંરક્ષણના ગ્લોબલ નકશા પર મોખરે લાવે છે.