-
Today 22-12-2024 05:10:am
મુંબઈ રહેતી મૂળ કચ્છના તાલુકાના ગોધરા ગામની યુવતીને હિંદુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધી ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કરનાર જીગર ઉર્ફે જીયાદ અંતે પોલીસ ના હાથે ઝડપાઈ ગયો છે .પોલીસ તેની વિધિવત્ ધરપકડ કરી આ સિવાય અન્ય કોઈ યુવતીઓને ફસાવી છે કે કેમ એ અંગે તપાસ આરંભી છે. પુણે નજીક રહેતા જીયાદે ત્રણ વર્ષ પૂર્વે જીગર નામની ફેક આઈડી બનાવી મૂળ કચ્છની મુંબઈ રહેતી યુવતી જોડે વાતચીત આરંભી હતી અને તેના વાલીઓ ઘેર ના હોય ત્યારે યુવતીએ બોલાવતા બંને વચ્ચે તમામ પ્રકારના સંબધ થયેલા ત્યારબાદ યુવતીએ લગ્ન કરવા કહેતાં જીયાદે પોતે મુસ્લિમ હોવાનું જણાવીને યુવતીને ધર્મ પરિવર્તન કરવાનું કહેતા યુવતીએ ઈન્કાર કરી સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ જીયાદ સતત યુવતીને મનાંવવા કરવા પ્રયાસો કરતો રહેતો હતો. તેનાથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં આવી ગયાં હતાં. થોડાંક માસ અગાઉ યુવતીની સગાઈ થતા જીયાદે યુવતી સાથેના અશ્લીલ ફોટો યુવતી ના ભાઈ ના નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. અંતે કંટાળેલી યુવતી અને તેના વાલીઓ એ ભૂજ સાઇબર સેલ માં ફરિયાદ નોંધાવતા પોલીસે જિયાદ ને પકડી પાડયો છે.આવતીકાલે તેને ભુજ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે જેથી આગળ તપાસ હાથ ધરી શકાય.