-
Today 22-12-2024 05:13:am
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમની સામે રજૂઆત કરનારા લોકો સાથે કિન્નાખોરી ભર્યું વલણ રાખતા હોવાની ચર્ચા જાગી છે .સરકારી નોકરી એટલે કે પ્રજા ના પૈસે સુખ સાયબી ભોગવતા અધિકારી રજૂઆત કરનાર સામે ગાળા ગાળી કરે તે કેટલા અંશે વ્યાજબી કેહવાય? અગાઉ પણ વિવાદ માં ફસાઈ ચૂકેલા જીગર પટેલ ફરી એક વખત સોશિયલ મીડિયા માં ચકડોળે ચઢ્યા છે.તેમનો પક્ષ જાણવા માટે તેમને કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા જેથી અમારી સમક્ષ આવેલો રજૂઆતો જેમ ની તેમ પ્રસ્તુત કરી છે. ભુજ શેરી ફેરીયા એસોસીયેશન માટે લાંબા સમયથી લડત ચલાવતા મામદ લાખાએ આજે મિડીયાને આપેલી માહિતી મુજબ વોર્ડ નંબર 2 વિસ્તારમાં જીગર પટેલ કામગીરીના ભાગરૂપે નીકળ્યા હતા ત્યારે ત્યાં પડેલા કચરા અંગે ફરિયાદ કરતા એકલવાયું જીવન જીવતી નિરાધાર મહિલા સાથે બોલચાલ થઇ હતી.મહિલાએ જીગર પટેલ ને ઓળખતી ના હોવાથી પોતાની રીતે રજૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્ય અધિકારીએ મહિલાનું નામ પૂછી અને ત્યારબાદ શુક્રવારે સવારે એ મહિલાનું પાણીનું કનેક્શન કાપવા માટે વોટર સપ્લાય શાખાની ટીમને મોકલાવી હતી . મામદ લાખાના જણાવ્યા મુજબ તેણે આ બાબતે મીડિયા સમક્ષ લઈ જતા ચીફ ઓફીસરે તેને ફોન કરી રીતસરના ઉધડો લીધો અને “તમારા લોકો” (આ મારા લોકો એટલે કોણ? મુસ્લિમો ? કે વોર્ડ નંબર એક, બે, ત્રણ જ્યાં અનેક સમસ્યાઓ મહિનાઓ થી પડતર પડી છે.!? એવા સવાલ પણ લાખા એ ઉઠાવ્યા છે . વધુમાં ઓડીયોમાં એ લોકો શહેર ની....ફાડવા બેઠા છે ઓડીયોમાં ચીફ ઓફીસરે દબાણકર્તા લારી વાળાઓનો મુદ્દો પણ ઉપાડયો અને એલફેલ બોલતા રહ્યા.મામદ લાખાએ બંધારણીય રીતે પોતે કરેલા કાર્યો અંગે વધુ વિગતો આપી હતી અને રજુઆત ગુન્હો છે. તેવા સવાલો ઉભા કર્યા હતા. અત્રે ઉલખનીયા છે કે સામાન્ય નાગરિક અભણ પણ હોય અને તેમને કદાચ વ્યવસ્થિત રજૂઆત કરતા ના પણ આવડે,પરંતુ શું એનાથી સરકારી કર્મચારી એટલે કે તમારા મારા આપડા પૈસે પગાર પર રાખવામાં આવેલા સરકારી અધિકારી ને અપશબ્દો બોલવાનો અધિકાર મળી જાય છે ?