-
Today 22-12-2024 05:29:am
કચ્છ મુંબઈ વચ્ચે દૌડતી ટ્રેનોમાં સમયમાં થોડો ફેરફાર કરવામાં આવશે *ઉદવાડા - વાપી* સ્ટેશન વચ્ચે *રોડ ઓવર બ્રિજ* બનાવવા અને *અતુલ - વલસાડ* વચ્ચે *બો સ્ટ્રીંગ ગર્ડર* ના કામ માટે *તા. ૨૧, ૨૨ અને ૨૪ ઓક્ટોબર* અને *તા. ૧, ૪, ૮, ૯* અને *૧૧ નવેમ્બર* ના રોજ આવતી જતી બન્ને દિશાઓ પર સંયુક્ત બ્લોક હાથ ધરવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોને અસર થશે. તા. ૩ નવેમ્બરના ભુજથી ઉપડતી 20908 ભુજ દાદર સયાજી નગરી એક્સપ્રેસ *ફકત વલસાડ* સુધી દોડશે *વલસાડથી દાદર રદ્દ રહેશે* તેમજ *તા. ૪ નવેમ્બર* ના દાદરથી ઉપડતી 20907 દાદર ભુજ સયાજી નગરી એક્સપ્રેસ *દાદરથી વલસાડ રદ્દ રહેશે* અને એના *નિર્ધારીત સમય પ્રમાણે 17:47 વાગ્યે વલસાડથી ઉપડશે.* ટ્રેન નંબર 20907 દાદર - ભુજ સયાજીનગરી એક્સપ્રેસ 21, 22 અને 24 ઓક્ટોબર અને 9 અને 11 નવેમ્બર, 2024ના રોજ દાદરથી ૫૫ મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર 20908 ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસ 21મી, 22મી અને 24મી ઓક્ટોબર અને 9મી અને 11મી નવેમ્બર, 2024ના રોજ ૪૫ મિનિટ અને 1લી અને 8મી નવેમ્બર, 2024ના રોજ ૩૦ મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે