-
Today 22-12-2024 05:28:am
કચ્છનો છેવાડા નો વિસ્તાર કહેવાય તો અબડાસા અને એમાં પણ નુંધાતણ નાનકડા ગામમાંથી જરૂરત મંદો માટે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ખોબલા મોઢે દાન મળ્યું છે. આ વાત બધું એક વખત સત્ય પુરવાર કરી છે પડીયાર પરિવારે. નુંધાતડ ના પડીયાર હાજી યાકુબ બાવા પરિવાર તરફ થી હનીફ હાજી યાકુબ બાવા , સાલે મોહમ્મદ પડીયાર જુસબ ભચૂ બાફણ , ઇસ્માઇલ સાલે બાફણ , સિકંદર હાજીઈબ્રાહિમ બાફણ, હાજી દાઉદ પડીયાર, સિકંદર મીઠુંબાવા પડીયાર, હાફિઝ પડીયાર, આકીબ પડીયાર, ગફૂર પડીયાર, અયુબ પડીયાર, અઝીમ પડીયાર, અકબર બાફણ, સમસ્ત પરિવાર દ્વારા મુફ્તી એ કચ્છ અલ્હાજ સૈયદ હાજી અહમદશા બાવા તેમજ સૈયદ હાજી જહાંગીર શા બાવા ઉપરાંત પડિયાર હાજીયાણી અમાબાઇ બાવા, બાફણ હાજી ઈબ્રાહીમ હાજી બચુ, પડીયાર હાજી ઈસ્માઈલ બાવા, હાજી આમર બાવા પડિયાર, હાજી મીઠું બાવા પડીયાર, હાજી ફકીરમામદ બાવા પડીયાર, કાસમ હાજી ફકીર મામદ બાવા, તેમજ પડીયાર બાયાં બાઈ હાજી ઈબ્રાહિમના ઇશાલે સવાબ અર્થે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ ને અડધા કરોડ થી વધુ નું દાન આપવામાં આવ્યું હતું. આજે શિફા હોસ્પિટલ ખાતે પધારેલા પડિયાર પરિવાર ના વડીલોએ 51 લાખ 51 હજાર 786 રૂપિયા મુસ્લિમ શિફા હૉસ્પિટલ ના પ્રમુખ આદમ ચાકીને આપ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટીઓ હાજી યુસુફ ખત્રી, હાજી યુસુફ જત, હાજી યાકુબ હાકડા, ઇસ્માઇલ ખત્રી શુભેચ્છક ઇશાક હિંગોરા વગેરેએ હાજર રહીને પડીયાર પરિવાર નો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને જરૂરી આરોગ્ય સુવિધા મળી રહે તે મુફતી એ કચ્છ અલ્હાઝ અહમદ શા બાવા સાહેબ નું સપનું હતું જે ટૂંક સમયમાં હકીકત બનવા જઈ રહ્યું છે. ભુજ માં રેલવે સ્ટેશનની બરાબર સામે જ શીફા હોસ્પિટલ ની વિશાળ ઇમારત આકાર લઈ રહી છે .હાલ બે માળ સુધીનું કામ સફળતા પૂર્વક આગળ વધી ચૂક્યું છે અને પડીયાર પરિવાર જેવા શુભેચ્છકો ના કારણે મોટા પાયે દાન મળી રહ્યું છે . સાથી હાથ બઢાના ,એક અકેલા થાક જાયેગા મિલકર કદમ ઉઠાના ની તર્જ પર લોકો મદદ કરી રહ્યા છે .સૌની સહિયારી મેહનત રંગ લાવી છે અને આપડો સમાજ, શીફા હોસ્પિટલ કે જ્યાં નાત જાત ધર્મ કે અમીર ગરીબ ના ભેદ વગર સૌ કોઈને મેડિકલ સેવા પૂરી પાડવાનો,એક નવો રાહ ચિંધશે અને દાખલો બેસાડશે જે ખરેખર કાબિલેદાદ બાબત છે . આ તકે પડ્યાર પરિવાર તરફથી પણ લોકો ને અપીલ કરવામાં આવી કે તેઓ શિફા હોસ્પિટલ જ્યાં બની રહી છે તેની મુલાકાત લે, ટ્રસ્ટિ મંડળ અને સમગ્ર ટીમ ની હોસલા અફજાહી કરે અને બની શકે તો ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેવી જે કોઈ પણ મદદ તેમના થી થઇ શકે તે કરે.