-
Today 22-12-2024 04:56:am
કચ્છ બનશે એડવેન્ચર સ્પોર્ટ્સ નું હબ ધોરડો અને માંડવી ખાતે એરો સ્પોર્ટ્સ થશે શુરૂ સ્કાય ડાઈવીંગ,માઇક્રો લાઈટ ફલાઈગ, હોટ એર બલૂન,હેંગ ગ્લાઇડીગ, પેરા ગ્લાઇડિંગ, એરોબેટિક સ્પોર્ટ્સ,અને ડ્રોન તેમજ રેડિયો કંટ્રોલડ એર ક્રાફટ ફલાઈગ માટે હવે જીવ કે બિર બિલિંગ જવાની જરૂર નહિ પડે.રાજ્ય સરકાર પોતાની માલિકીની ન એરસ્ટ્રીપ્સ અને એરફિલ્ડ વિકસાવવાની યોજના ઘડીનરહી છે કનજ્યા આ બધી જ પ્રવુતિઓ હાથ ધરી શકાશે.આ અંગેના પ્રક્રિયા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઓપરેટર ની પસંદગી કરવામાં આવશે . નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે માંડવી, રાજપીપળા, સાપુતારા, દ્વારકા અને ધોરડો ખાતે વિવિધ એરો સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ કરવા માટે અધિકૃત સંસ્થાઓને આમંત્રિત કરતું ટેન્ડર બહાર પાડ્વામાં આવ્યું છે . ગુજરાતમાં વાઇબ્રન્ટ એરો સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળી રહે સાથોસાથ તેમાં સલામતી અને સુરક્ષા ના નિયમોનું પાલન પણ કરવામાં આવે તે પ્રકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ઓપરેટર પસંદ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રવુતીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય ના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા વિવિધ એરો સ્પોર્ટ્સ ઈવેન્ટ્સને સમર્થન આપવા માટે રાજ્ય હસ્તકની એરસ્ટ્રીપ્સ અને એરફિલ્ડને ઓપન કરાય છે અને માંડવી, રાજપીપળા, સાપુતારા, દ્વારકા અને ધોરડોની પસંદગી એડવેન્ચર સ્પોર્ટ્સ સ્પોટ તરીકે કરાઈ છે.