-
Today 22-12-2024 05:02:am
નર્મદાના નીર જીવનદાયી બને તે વાત સાચી છે પરંતુ કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થયે હજુ અઠવાડિયું પણ નથી થયું ત્યાં આજે જળ હોનારતમાં પિતા પુત્ર નો ભોગ લેવાતા ખારોઈ ગામના સીદી પરિવારમાં માતમ છવાઈ ગયું છે ખેતરમાં મજૂરીનું કામ કરતા જાનમામદ હકીમ સીદી તેના પુત્ર સાથે ખેતરમાં હતા. જુવારની કાપણીનું કામ ચાલુ રહ્યું હતું અને કિશોરવયનો દીકરો ચાલતા ચાલતા કેનાલ પાસે પહોંચી ગયો હતો. ઘણી વાર થઈ છતાં દીકરો પરત ન આવતા પિતા જાનમામદ કદાચ કેનાલમાં નાહવા પડ્યો હશે એમ માનીને તેને શોધવા નીકળ્યા તો આઘાત પામ્યા કે તેમનો પુત્ર ડૂબી રહ્યો હતો. ડુબતા પુત્રને જોઈને પિતાએ તેને બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી અને સાથોસાથ બચાવ માટે બૂમાંબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો દુર્ભાગ્ય બંને પિતા પુત્ર પાણીમાં વહી જવાથી મૃત્યુ પામ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે તેમને શોધખોળ ચાલુ રાખતા મોડી સાંજે પિતા પુત્રના મળી આવ્યા હતા. બંનેના મૃતદેહને ભચાઉ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા મજૂરી કરીને માંડ પેટીયુ રળતા સીદી પરિવાર પર આભ ફાટી પડે તેવી આફત આવી પડી છે .