-
Today 22-12-2024 04:59:am
કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં મેડિકલ સ્ટોર ધરાવતા હિરેન કોટક નામના યુવાને તેની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આ કે ઉકેલીને તેને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. તા.૨૨/૧૦ના રોજ કચ્છના યુવાને ફરિયાદ દાખલ કરી હતી કે આરોપીઓએ ટેલીગ્રામ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઇમ જોબ માટેનો મેસેજ મોકલાવી, ટેલીગ્રામ પર લીંક https://shippit-boosting.com મોકલાવી જેના પર જઇ ઓર્ડર કન્ફમ કરી વળતર/નફો મળવાની લાલચ આપી હતી તેને વિશ્વાસમાં લઇ તેઓના જણાવેલ ખાતામાં રૂપિયા જમા કરાવી ઓર્ડર કન્કમ કરાવતા જમા કરાવેલ રકમ તથા નફાની રકમ ઉપાડવા માટે રીકેવેસ્ટ નાખતા ઉપડેલ નહિ અને નફાની રકમના વધુ ૫૦ ટકા રકમ ભરવા માટે જણાવી ફરીયાદીને જમા કરાવેલ રકમ તથા નફાની રકમ પરત આપેલ નહી. આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેઓએ જણાવેલ વેબસાઇટ પર જઇ રૂપિયા - ૧૨,૦૫,૦૬૪/- નો ઓર્ડર કન્ફમ કરાવડાવી કુલ રૂપિયા ૧૨,૦૫,૦૬૪/- છેતરપીંડી કરી ગુનાહીત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજનાઓનાં પોલીસ ઇન્સ્પેક્ટર બોડાનાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ધ્વારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વલેન્સ આધારે આરોપીઓ ને અમદાવાદ તેમજ રાજકોટ ખાતેથી પકડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે આરોપીઓની ઓળખ કેવલ કાંતીલાલ દેલવાડીયા ઉ.વ.૨૮ રહે- રાધે કીષ્ના ફ્લેટ ડી-૨૦૪,નરોડા અમદાવાદ,શ્યામકુમાર મનસુખભાઈ ખાટ ઉ.વ.૨૭ રહે- ઇસ્કોન એમબીટો ઉપવન એફ-૪૦૧, રાજકોટ,દીવ્યેશ પ્રફુલભાઈ ખૂટ ઉ.વ.૨૬ રહે- અમ્રુત નગર અલ્ટ્રા સ્કૂલ, કેશોદ તરીકે કરવામાં આવી છે. આ કામગીરીમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જના પી.આઈ. કે.એમ.રાઠોડ, પો. હેડ કોન્સ. સોહીલ મુસ્તાક સુમરા, તથા પોલીસ હેડ કોન્સ. રામભાઈ આહિર તથા ડ્રા. કોન્સ જગદીશ કાલીયા વગેરે સાથે રહ્યા હતા.