-
Today 22-12-2024 05:22:am
દેશભરમાં એક બાજુ તહેવારો અને પ્રવાસનની મોસમ ખુલી રહી છે અને બીજી બાજુ એક પછી એક વિમાનોને બોમ્બ વડે ઉડાડી નાખવાની ધમકીઓના પગલે સમગ્ર એર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે . ગઈકાલે દેશમાં અનેક ફ્લાઈટ માત્ર આ કારણે મોડી થયા બાદ ફરી એક વખત વિમાન સેવાઓમાં વિક્ષેપ સર્જાયો છે. મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી ના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. આ અંગે કંડલા એરપોર્ટ તંત્ર દ્વારા તાત્કાલિક પૂર્વ કચ્છ પોલીસને જાણ કરવામાં આવતા સઘન તપાસ હાથ ધરવામાં આવી .પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક કંડલા એરપોર્ટ પર ઘસી જઈને સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને આવતા જતા તમામ ઉતારુઓના સામાન ની બબ્બે વખત ઝડતી લેવામાં આવી રહી છે. ગઈકાલે મુંબઈ બેંગલોર ચેન્નાઈની ફ્લાઈટમાં પણ આવી જ રીતે ઉતારો અને કલાકો સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો. યાત્રીઓ વિમાનમાં બેસી ગયા બાદ એલર્ટ મળતા તમામ યાત્રીઓને ટર્માક પર ઉતારીને તેમના હેન્ડલ લગેજ ની પણ તપાસ કરવામાં આવી ગઈકાલની આ ઘટના બાદ આજે મુંબઈથી કંડલા ફ્લાઈટમાં વિસ્ફોટની ધમકી અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ 10 વિમાન અને ત્યારબાદ 100 જેટલા વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે. તેમાં એર ઇન્ડિયાના ૨૦ વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે, તેમાં ૨૦ ઈન્ડિગો, ૨૦ વિસ્તાર અને ૨૫ અકાસા એરની ફલાઈટ્સ સામેલ છે. દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં ૯૦થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે આઠ અલગ-અલગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ તમામ કેસમાં તપાસ ચલાવી રહી છે.