-
Today 22-12-2024 04:44:am
કચ્છમાં સામાન્ય બાબતે મારામારી અને હત્યા ના કિસ્સા છાશવારે બની રહ્યા છે ત્યારે વધુ એક વખત એક રહસ્યમય હત્યાનો કિસ્સો બનવા પામ્યો છે પૂર્વ અને પશ્ચિમ કચ્છ અને સાંકળતા આ કિસ્સાની વિગતો એવી છે કે ગાંધીધામ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને યોગ્ય સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. ભુજ નજીક દેસલપરનો પાર્થ ચંદુલાલ મહેશ્વરી મારા પર નજીક આવેલી ફાર્મવિલા હોટલમાં નોકરી કરતો હતો. દેશલપર માં રહેતો અને માધાપરમા નોકરી કરતો યુવાન ગાંધીધામ માંથી બેભાન હાલતમાં મળી આવ્યો એ બાબતે રહસ્યના આટાપાટા સર્જ્યા છે માધાપરથી તે કઈ રીતે ગાંધીધામ પહોંચ્યો અને શા માટે પહોંચ્યો એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ સવારે 10:00 વાગે નોકરી પૂરી કરીને નીકળેલો યુવાન ત્યાર પછી ક્યાં ગયો અને શું ગયો તેની કોઈ જ ભાળ નથી મળી, તેથી પોલીસે તે કોની સાથે ગયો અથવા તો કોને તેને માર માર્યો અને અર્ધ બેભાન હાલતમાં ગાંધીધામમાં ફેંકી દીધો , તેને કોઈ સાથે જૂની અદાવત હતી કે કેમ અથવા તો શા કારણે તેની હત્યા કરવામાં આવી એ બાબતે તપાસ આરંભી છે. એક બાજુ હત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું ત્યારે યુવાનના મૃતદેને ભુજ લાવીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તપાસ આગળ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનના પિતા હાલ વિદેશમાં છે અને યુવાન પોતે માધાપરમાં હોટલમાં નોકરી કરતો હતો.