-
Today 08-04-2025 02:01:pm
આ કેસની વિગત જોઈએ તો પાનધ્રોનાં દરબાર ફળિયામાં રહેતા રઘુભા ઉર્ફે અરવિંદસિંહ આમરજી સોઢાના યુવાન પુત્ર નું તા.૦૨/૦૯/૨૦૨૨ ના રોજ માતાના મઢ ખાતે આવેલ જી.એમ.ડી.સી.ની લિગ્નાઇટ માઇન્સ વિસ્તારમાં ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા અકસ્માતે મૃત્યુ થયું હતું . આ કેસની કોર્ટમાં ફરીયાદ કરવા માટે તેમને વોટસઅપ ગ્રૂપ થી પરિચિત એવા સાબરકાંઠાના વકીલ રોહિતકુમાર જેઠાભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો. રોહિત પરમારે રઘુભા ને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ફોન પે થકી એક લાખ રૂપિયા અને ત્યારબાદ અમદાવાદ બોલાવી પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને કેસ બાબતે સંતોષકારક કામગીરી આગળ વધવું ના હતી. સ્થાનિક અદાલત માં તારીખ ના સમયે પણ રોહિત પરમાર હાજર ન રહેતા અંતે થાકીને રઘુભા એ નારાયણ સરોવર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૪૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્ એસ.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી અને ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપી ને સાબરકાંઠા ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જાત ને વકીલ દર્શાવતા આ શખ્શે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માં અલગ અલગ ઓળખ આપીને એકાઉંન્ટ બનાવ્યા છે અને એમાં એક તો કોઈ ફિલ્મ કંપની નું પણ કાર્ડ છે.આ રીતે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપીને લોકો ના પૈસા પડાવવાની ફિલ્મ ઉતરતો આરોપી હાલ પોતાની જ ફિલમ નો વિલન બની પોલીસના હાથમાં સપડાઈ ગયો છે .