-
Today 22-12-2024 04:58:am
કચ્છ તેની કોમી એકતા માટે તો પ્રસિદ્ધ છે પરંતુ આજકાલ સમગ્ર દેશ અને દુનિયા સાથે કચ્છને પણ રાગ દ્વેષ અને નફરતનો એરુ દંશ દઈ રહ્યો છે ત્યારે કોમી એકતા મહેકાવતું એક સરસ આયોજન નુંધાતડ ગામે કરવામાં આવ્યું જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા એ પી એલ સીઝન વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે નાનકડા આવા આ ગામ દ્વારા આયોજનમાં હિંદુ મુસ્લિમ સો કોઈએ એક સાથે મળીને ભાગ લીધો છે અને આ આયોજન થકી થનારી તમામ આવક ગૌ સેવા માટે તથા કોવિડ દરમ્યાન શરૂ કરવામાં આવેલી અત્યંત મદદરૂપ એવી મેડિકલ સેવામાં ખર્ચ કરવાનું હનીફ બાવાએ એલાન કર્યું હતું ગઈકાલે મહાનુભાવો ની હાજરીમાં શરૂ થયેલી આ ટુર્નામેન્ટ નો પ્રથમ મેચ રામેશ્વર ઇલેવન નુંધાતડ અને ફ્રેન્ડસ ઇલેવન મોથાળા વચ્ચે રમવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટ જીતનારી ટીમને એક કાર ભેટ આપવામાં આવશે જ્યારે રનર્સ અપ ટીમને ટુ વ્હીલર આપવામાં આવશે આ ઉપરાંત ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ તો ખરા જ. નુંધાતડ ગામના સામાજિક અગ્રણી હનીફ બાવા પઢીયાર અને વિપુલ ભાનુશાળી દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં આમંત્રણ ને માન આપીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ અન્ય પદાધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સહિતના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજનને વધાવી લીધું હતું હનીફ બાવા પડીયાર એ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે વાત કરતા જણાવ્યું કે નુંધાતડ નાનકડું એવું ગામ છે અને અહીં નવ નાત રહે છે પરંતુ ગામમાં કોઈનો ખુશી નો પ્રસંગ હોય તો અમે સૌ સાથે મળીને એ ઉજવીએ છીએ અને કોઈના પર આપદા આવી પડી હોય તો અમે ખંભા મિલાવીને તેનો સામનો કરીએ છીએ. અમે આ વિસ્તાર માં કોમી એકતા નો દાખલો બેસાડ્યો છે અને સોશિયલ મીડિયા મારફત અને અન્ય રીતે ફેલાવવામાં આવતા ઝેર ની અસર અમારા વિસ્તાર પર અમે નથી થવા દીધી અને હજુ પણ એકતા સલામત રહે અને અમે બીજા લોકો માટે પ્રેરણા બનીએ તે માટે અમે એકતા કપનું આયોજન કર્યું છે. એકતા કપ થકી અમે સમગ્ર દેશને સંદેશો આપવા માંગીએ છીએ કે ક્રિકેટ માત્ર સમય પસાર કરવા કે આનંદ માટે નહીં પરંતુ તેનો સારો ઉપયોગ પણ કરી શકાય અને અમને ખૂબ જ પ્રસન્નતા છે કે તમામ લોકોએ અમને ખૂબ જ સારો સાચા કર આપ્યો અને અમારી ધારણા કરતા અનેક ગણો નફો થાય તેવી અમારી ગણતરી છે જેનાં થકી અમે ગો સેવા અને સ્થાનિક લોકોની સ્વાસ્થ્ય સંબંધિ જરૂરતો પૂરી કરી શકીશું. ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન વિપુલ ભાનુશાલી સાલેમોહમ્મદ પડિયાર, હાજી દાઉદ પડિયાર તથા સમસ્ત નુંધાતડ એકતા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે