-
Today 08-04-2025 02:31:pm
પંજાબનો નખોદ વાળી ચૂકેલા ડ્રગ્સ માફિયા હવે કચ્છ પર નજર માંડી બેઠા હોય તે રીતે ગુનાખોરી અને કચ્છ સાથે કનેક્શન ખુલી રહ્યા છે. આજે પૂર્વ કચ્છ પોલીસે અંદાજે 24 લાખના મુદ્દામાલ સાથે પંજાબના એક સરદારને પકડી પાડી હતો. પરગટસિંગ નામના આ આધાર પાસેથી અંદાજે 48 ગ્રામ હિરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. તે સામખીયાળી સર્વિસ રોડ પાસે ઉભો હતો ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખશ સામે અમૃતસરમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. હાલ તેને એનડીપીએસ ધરપકડ કરવામાં આવી છે અને કચ્છમાંતે ને માલ આપવાનો હતો અથવા તો કોણે મંગાવ્યું હતું તે અંગે વધુ તપાસ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કંડલા અને મુન્દ્રા પોર્ટ ના કારણે સતત ટ્રાફિક થી ધમધમતા કચ્છના હાઈવે પર અને હોટલો આવેલી છે જેમાં ડાબા ટાઈપની મોટાભાગની હોટલ સપ્લાય થતું હોવાની આશંકા વારંવાર વ્યક્ત કરવામાં આવે છે