-
Today 22-12-2024 05:05:am
કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા ના વિસ્તારમાં મોટી સરહદ પણ આવે છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી સરહદના સંત્રીઓ સાથે દિવાળી ની ખુશીઓ વહેંચવાનું નથી ભૂલતા. આ વર્ષે પણ તેમને સરહદના સંત્રીઓ સાથે દિવાળીની ઉજવણી કરીને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા અને સાથે સાથે 1000 જેટલા મીઠાઈના પેકેટ જવાનોના પરિવારજનો તેમજ જવાનો માટે મોકલાવી આપ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા એક દાયકા થી વિનોદભાઈ આ રીતે દરેક તહેવાર જવાનો સાથે તેમને એક પરિવાર ગણીને ઉજવતા આવ્યા છે દિવાળી,હોળી,રક્ષાબંધન માં કચ્છ ની ધારા ના લોકો પણ સરહદ પાર ફરજ બજાવતા દેશ બાંધવો ને ભૂલ્યા વગર તેમની સાથે તેહવારો ની ખુશી વેહંચે છે .