-
Today 25-06-2025 07:02:pm
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં 395 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વર્ગ 1થી વર્ગ 3 સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ 12 નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત) બદલી કરવામાં આવી છે અને 18 મદદનીશ ઈજનેર(વિદ્યુત), વર્ગ-૨ / અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત),વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા અધિકારીઓને ગુજરાત ઈજનેરી સેવા(વિદ્યુત), વર્ગ-૨ સંવર્ગમાં નાયબ કાર્યપાલક ઈજનેર(વિદ્યુત) તરીકે બઢતીથી નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ ના 30 કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) સંવર્ગમાં 105 નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-ર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મદદનીશ ઈજનેર (સિ.), વર્ગ-૨ અને અધિક મદદનીશ ઈજનેર(સિ.) વર્ગ-૩ ના 230 અધિકારીઓ/કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.