-
Today 22-12-2024 05:07:am
જીઆઇડીસી માં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા બે લોકો ને ત્યાં રહેતા મજૂરોએ એટલી હદે માર્યા હતા કે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે બીજો હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો રાપરના મોટી હમીરપરના રહેવાસી એવા કાનજી ગોહિલ અને મુકેશ કોલી બંને હાલ ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને તેઓ ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં હાથ ફેરો કરવાના ઇરાદે ઘુસ્યા હતા. જોકે તેઓ ચોરી કરવાના ઇરાદે ઘુસીયા ત્યારે ફેક્ટરીમાં રહેતા મજૂરો જાગી જાતા 8 થી 10 મજૂરોએ આ બંનેને ઘેરીને ધક બુશટ અને ધોકા વડે માર મારીને પાડી દીધા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને કાનજી તેમજ મુકેશ ને રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારપીટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશને ભુજ ખસેડાયો હતો પરંતુ તે મૃત્યુ પામ્યો હતો જ્યારે કાનજીને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ તથા હાલ તે સારવાર હેઠળ છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવીને તપાસ હાથ ધરી છે અને અમુક મજૂરોને પણ પૂછપરછ માટે રાઉન્ડ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું