-
Today 22-12-2024 05:16:am
ઓલમ્પિક એટલે આંતરરાષ્ટ્રીય ફલક પર યોજાતો સૌથી મોટો રમતોત્સવ . શક્ય છે કે આ રમતોત્સવ ગુજરાતના ઘર આંગણે યોજાય. આ માટે આપણા દેશ તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. ઓલિમ્પિક્સ 2024 પેરિસમાં રમાઈ હતી. એ પછી આગામી ઓલિમ્પિક્સ એટલે કે 2028 યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં રમાશે. આ પછી 2032ની યજમાની માટે દેશ અને શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતે 2036માં યોજાનાર ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ નવા ખેલ મંત્રી મનસુખ માંડવિયાને સફળ બિડ માટે જરૂરી પગલાં અંગેનો અહેવાલ પણ રજૂ કર્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો જોતા એવું લાગે છે કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે દાવેદારી નોંધાવી શકે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ નવા ખેલ મંત્રી મનસુખ માંડવિયાને સફળ બિડ માટે જરૂરી પગલાં અંગેનો અહેવાલ પણ રજૂ કર્યો છે. અગાઉ પણ ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે આગળ આવી શકે છે. જ્યારે 2036 પહેલા 2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે. આ પ્રક્રિયામાં ભારત સાથે અન્ય નવ દેશો પણ છે જેમણે 2036 ગેમ્સની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. 2036ની ગેમ્સની યજમાનીમાં પ્રારંભિક રસ દાખવનાર 10 દેશોમાં મેક્સિકો -મેક્સિકો સિટી, -મોન્ટેરી-તિજુઆના, ઇન્ડોનેશિયા , તુર્કી- ઇસ્તાંબુલ ભારત- અમદાવાદ, પોલેન્ડ -વોર્સો, ક્રાકઅને દક્ષિણ કોરિયા-સિઓલનો સમાવેશ થાય છે.