-
Today 22-12-2024 05:29:am
કહેવાય છે કે જ્યાં લાલચુ હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. આવી જ હાલત હાલ નાશિક થી ભુજ આવેલા મૂળ કચ્છના યુવાનની થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર નોટોના બંડલ થી લલચાઈને એક ના ડબલ કરવા આવેલો યુવક હાલ રાતે પાણીએ રોઇ રહ્યો છે અને પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ નખત્રાણા ના નાના કદિયાના વતની અને હાલ નાશિક પાસે સેન્ટીંગનું કામ કરતા કિશોર અરવિંદ પટેલ એ 15 એક દિવસ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર વિવેક પંડ્યા નામના શખ્સની આઈડી જોયેલી જેમાં નોટો ના બંડલના ફોટા હતા અને એકના દોઢ લાખ કરી આપવાની જાહેરાત હતી. આ જોઈને કિશોર લલચાયો હતો અને તેણે વિવેક પંડ્યા નો સંપર્ક કરી એક નંબર મેળવેલો. કિશોર અને આરોપીની ટેલીફોનિક વાતચીત થઈ હતી અને આરોપીઓએ તેને ત્રણ લાખ રૂપિયા હોય તો જ અમે પૈસા દોઢા કરી આપશો તેમ કહી માધાપર બોલાવેલો. જોકે કિશોર પાસે વધુ પૈસા નહીં હોવાથી તેને તેના મિત્ર ભૌતિક ભગત ને વાત કરતા તેણે પણ એક લાખ રૂપિયા આપ્યા હતા અને આ રીતે કિશોર પૈસા લઈને ભુજ પહોંચ્યો હતો. ભુજ પહોંચતા તેને આરોપીઓએ આમ તેમ ફેરવીને અંતે જુબેલી પાસે જાહેરમાં તારી પાસે રૂપિયા છે તે દેખાડ તેમ કહેતા કિશોરે રૂપિયા દેખાડયા અને આરોપીઓ એ થેલો તેના હાથમાં લૂંટીને છનન થઈ જતા કિશોર આઘાતથી ત્યાં જ દિગ્મૂઢ થઈ ગયો હતો. અંતે તેને આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. કચ્છના ચીટરો સારા સારા ના કાન કાપી નાખે એવા છે. આ તો એક નાનકડી રકમ છે કરોડોના કૌભાંડ આ ચીટરોએ કર્યા છે ત્યારે પોલીસ પણ તેમને તાત્કાલિક દબોચે તો જ સામાન્ય માણસ છેતરાતો બચે. પરંતુ અહીં ખાટલે મોટી ખોટ એ છે કે પોલીસ પણ આવા કેસમાં વધુ ધ્યાન નહીં આપતી હોવાની રાહ ઉઠી છે. કોઈ કડક અધિકારી આવે તો જ આ તમામ ચીટરો સીધા થાય તેમ છે