-
Today 22-12-2024 05:25:am
વીજ પ્રવાહ એક તરફ તો જીવન આસાન બનાવે છે પરંતુ જો એ જ કરંટ જીવતા માણસને લાગી જાય તો જીવ લઈ લે છે. ગાંધીધામના ધમધમતા ઓંસલો સર્કલ પાસે આજે એક સાથે ત્રણ વીજપોલ ધડાધડ ધરાશાઈ થઈ જતા થોડા સમય માટે તો નાસભાગ મચી જવા પામી હતી. સદભાગ્યે કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો લીધો હતો પરંતુ એક સાથે ત્રણ વીજપોલ ઘસી પડતા સમગ્ર વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી સાંજે સર્કલ નજીક સેક્ટર એક પાસે એક પછી એક ત્રણ વીજ થાભલા ધડાકાભેર તૂટી પડ્યા હતા. આની સાથે જ જીવતા વાયર પણ રસ્તા પર પડ્યા હતા. સાંજે સૌનો ઘરે જવાનો સમય અને ભીડ પણ એટલી જ હતી ત્યારે ઘટેલી આ ઘટના ના કારણે થોડી વાર સુધી તો લોકો માં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી જવા પામી હતી. ગાંધીધામ નગરપાલિકાની વિજ શાખા એ આવી ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જોકે આ ઘટનાને પગલે સ્થાનિકો ખૂબ જ રોશે ભરાયા છે અને તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ વીજ થાંભલા ઘણા સમયથી ઝરઝરિત હાલતમાં હતા અને અનેક રજૂઆત છતાં નગરપાલિકા એ આંખ આડા કાન કરીએ રાખ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ પરંતુ જીવતા વાયર રસ્તા પર પડતા અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા હોય ત્યારે મોટી જાનહાની ની આશંકા પણ રહે .