-
Today 08-04-2025 02:13:pm
નર્મદા જળ લાવતી પાઇપની મરામત થઈ જતાં હાશકારો રતનાલ પાસે ગઈકાલે નર્મદા ઝાડની પાઇપલાઇન માં મોટું સર્જાયું હતું જેના કારણે ભુજમાં આગામી દિવસોમાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ પાઇપલાઇનમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને રીપેરીંગ કરી દેવામાં આવતા ભુજવાસીઓને હાશકારો થયો છે. નગરપાલિકાએ ગઈકાલે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની કટોકટી સર્જાશે તેવું જાહેર કરતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને આગામી ત્રણ ચાર દિવસ સુધી પાણી નહીં મળે તેવા તે કચવાટ જોવા મળતો હતો. જો કે એક દિવસમાંજ ઝડપી કામ પુર્ણ કરી ભંગાણ રિપેર કરી દેવામાં આવ્તા મોડી રાત્રે પાણીની લાઇન પુર્વવત કરી આવતીકાલથી ભુજને પાણી વિતરણ શરૂ કરાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના અંતર્ગત જીડબલ્યુઆઇએલ હસ્તકની નર્મદાની અંજાર પમ્પીંગ સ્ટેશનથી ભુજ આવતી પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં રતનાલ પાસે ભંગાણ સર્જાતા પાઈપ લાઈનની મેન્ટેનન્સ કામગીરી શરૂ કરાઇ હતી. 24 કલાકમાં આ કામગીરી આટોપી લેવામાં આવતા આવતી કાલથી સંભવત પાણી પુરવઠો પૂર્વવત થઈ જવાની પૂરી શક્યતા છે