-
Today 22-12-2024 05:26:am
*પૂર્વ કચ્છના અમુક વિસ્તારો સહિત ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો* *ઉત્તર ગુજરાતના પાટણ ,પાલનપુર, અંબાજી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવતા લોકો માં ફફડાટ* *અમદાવાદમાં અમુક વિસ્તારોમાં ઉપરાંત મોરબી, હળવદ આસપાસ પણ ધ્રુજારી અનુભવાઈ લગભગ રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દક્ષિણપૂર્વમાં નોંધાયું છે. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું છે. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.