-
Today 23-12-2024 05:36:am
ભુજ મધ્યે નવા રેલ્વે સ્ટેશન વાળા રોડ પર છેલ્લા ઘણા સમયથી જાહેર રોડ પર ગંદી ગટરના પાણી વહી રહ્યા છે. આ બાબતે આમ જનતા તથા આગેવાનો તેમજ વર્તમાન પત્રો, ડીજીટલ મીડીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી ધ્યાન દોરતાં હોવા છતાં કોઈ ધ્યાન નથી આપતું. આ જાહેર રોડ આમ જાહેર જનતાના ઉપયોગમાં છે તેમજ રેલ્વે માર્ગ દ્વારા મુસાફરી કરતા મુસાફરોના આવન-જાવન નો મુખ્ય માર્ગ છે તદ્દઉપરાંતમાં આ જગ્યાની આજુબાજુ હોટેલ, દુકાનો, રહેણાંક વિસ્તાર પણ આવેલા છે. આમ છતાં અહીં ની ગટર ગંદકી દૂર નથી થતી જે જનતા ને ત્રાસ રૂપ બની રહેલ છે. આ ત્રાસ દાયક બાબત નો તાત્કાલીક નિકાલ લાવવાની ભુજ નગરપાલિકા તથા તેના જવાબદારો એટલે કે જીગર જીવણ પટેલ, મુખ્ય અધિકારી (સરકારી પ્રતિનિધિ), રશ્મિબેન સોલંકી, પ્રમુખ, મહિદીપસિંહ જાડેજા, કારોબારી ચેરમેન, ડ્રેનેજ વિભાગના ચેરમેન, વિગેરે તેમજ તપાસમાં જે નીકળે તે તમામ જવાબદારો વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ ની કાર્યવાહી તુરંત ધોરણસર ની ફરીયાદ દાખલ કરવા માટે ભુજ શહેર કૉંગ્રેસ ના મંત્રી સહજાદ સમાં દ્વારા અરજી કરવામાં આવી છે . આવા જાહેર જનતા ને ત્રાસ દાયક સ્થિતિમાં થી બહાર કાઢવા ભારતીય નાગરીક અધિકાર સુરક્ષા સંહિતા ની કલમ - ૧૫૨ મુજબની કાર્યવાહી થવા તેમણે ધોરણસર ની ફરીયાદ કરવા અરજી કરી છે.