-
Today 22-12-2024 05:18:am
ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી. ભારતીય સેનાના સધર્ન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. આજે પોરબંદરના ચોપાટી બીચ ખાતે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન યોજાયું હતું. મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નાગરિક પ્રશાસન દ્વારા સશસ્ત્ર દળોની માંગણી સાથે નિદર્શનની શરૂઆત થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં મલ્ટી એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત નાગરિકોના ‘પુનરુત્કર્ષ અને પુનર્વસન’ સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત પહેલ સાથે અનુરૂપ, નિદર્શનની સાથે-સાથે ઔદ્યોગિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને આપદા પ્રતિભાવ ટેકનોલોજીમાં તેમના આવિષ્કારો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આપદા વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા રેખાંકિત થઈ હતી. સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈન્ય વડા (COAS)એ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો, જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં, દેશો તેમજ તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. “ભારતીય સશસ્ત્ર દળો” દ્વારા, “તાજેતરના વર્ષોમાં, આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી”. સૈન્ય વડા (COAS)એ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત, આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું હતું. તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સૈન્ય વડા (COAS)એ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી, જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા “વસુધૈવ કુટુંબકમ” – “વિશ્વ એક પરિવાર”ની ભારતીય વિચારધારા સમજવા મળી હતી. ગઈકાલે યોજાયેલી કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત (TTX) સામેલ કરવામાં આવી હતી. આ કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા-પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું હતું. તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે. ટેબલ ટોપ કવાયત (TTX)માં લેફ્ટનન્ટ જનરલ અતા હસનૈન (નિવૃત્ત)ના નેતૃત્વ હેઠળના NDMAના સભ્યો અને સશસ્ત્ર દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ અને ઉદ્યોગો ઉપરાંત નવ મૈત્રીપૂર્ણ દેશમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ પૂર્વ એશિયાના નવ મૈત્રીપૂર્ણ દેશોના 15 વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓએ બંને દિવસે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સહભાગિતાએ આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને રેખાંકિત કરી હતી, જેનાથી શ્રેષ્ઠ પ્રથાઓ, જે-તે ક્ષેત્રના જ્ઞાન અને આપદા વ્યવસ્થાપનમાં અનુભવનું આદાનપ્રદાન થઈ શક્યું હતું. ‘સંયુક્ત વિમોચન 2024’ કવાયત એ ભારતની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત કરવા, વૈશ્વિક સ્તરે આપદા વ્યવસ્થાપનમાં તેના નેતૃત્વને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’થી આપણી રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ ક્ષમતાઓમાં વધારો થવાની સાથે-સાથે માનવતાવાદી સહાય અને