-
Today 22-12-2024 04:39:am
કચ્છના અતુલગીરી ગોસ્વામી અને સુરતના હિંમત દેવાણી નામના શખ્સો એ સાઇબર માપ્યા અને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા જેથી કરીને તેઓ વગર મહેનતે પૈસા કમાઈ શકે. આ બાબતે તેમણે ભૂલ એ કરી કે તેમના ખાતામાં કોઈ બિચારા ગરીબ લાચાર વૃદ્ધ કે પછી કોઈના મહેનતના પૈસા આવી જશે અને જે તે વ્યક્તિ સાથે ઠગાઈ કરવામાં આવશે એ જાણવા છતાં તેમણે લાલચ ના મોહમાં પોતાના એકાઉન્ટ અન્ય કોઈને વાપરવા દીધા અને હવે તેઓ ઇન્દોરમાં થયેલી ડિજિટલ અરેસ્ટ અને તેના બદલે ૪૦.૭૦લાખની ઠગાઈ ના ગુનામાં પોલીસના હાથે ચડી ગયા છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ ની ધમકી આપીને ૪૦.૭૦ લાખ તેના ખાતામાંથી ઉસેડી લેવામાં આવ્યા. 3 ઓક્ટોબરે આ બનાવ બન્યો હતો અને ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસના અંતે ખુલ્યું હતું કે સાયબર માફિયા ગેંગ દ્વારા અતુલગીરી ગોસ્વામી અને હિંમત દેવાણી ના ખાતામાં ભોગ બનનાર વૃદ્ધના પૈસા ટ્રાન્સફર કરાયા હતા. સાયબર ઠાકોર મુંબઈ સ્થિત બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને વૃદ્ધને ફોન કરી તેમને ખોટી રીતે કરોડો રૂપિયાના આર્થિક લેવડદેવડ કરી હોવાનો આરોપ મૂકી ગભરાવી મૂક્યા હતા અને ત્યારબાદ આરોપીઓએ નકલી પાસબુક સુપ્રીમ કોર્ટના ઓર્ડર સહિતના નકલી પેપર્સ દેખાડીને તેમને સીબીએ ઓફિસર પૂછપરછ કરશે તેવું જણાવ્યું હતું ત્યારબાદ સીબીઆઈ ઓફિસરે વેરિફિકેશનના બહાને વૃદ્ધના ખાતામાં રહેલા તમામ પૈસા ઉપરોક્ત બંને ના ખાતામાં જમા કરાવી દીધા હતા અને આ રીતે ડિજિટલ અરેસ્ટ ની બિગ દેખાડીને પેલા વૃદ્ધની મરણમુડિ આ હરામ ખોરોએ પડાવી લીધી હતી. જોકે ઈન્દોર પોલીસ અને બોમ્બે પોલીસ એ સાથે મળીને કરેલા ઓપરેશનમાં જે એકાઉન્ટમાં નાના ટ્રાન્સફર થયા હતા તેઓ પકડાઈ ગયા હતા અને અંતે કચ્છ અને સુરત માંથી બંનેને પકડી લેવામાં આવ્યા છે. થોડાક રૂપયાની લાલચમાં હવે આ બંને લાંબી સજા ભોગવશે એ બાબતમાં કોઈ શક નથી.