-
Today 23-12-2024 05:37:am
ભુજ ખાતે આવેલા અંજલિ નગર ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ગેરકાયદસર હથિયાર સાથે એક શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારીની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવિનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવિનકુમાર જોષી તથા સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી કે, અંજલીનગર ભુજ મધ્યે ઢોરવાડા પાસે બાવળોની ઝાડીઓમાં એક ઈસમ શંકસ્પદ હાલતમાં હાજર છે અને તેના હાથમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ રહેલ છે . તેની પ્રવૃતિ શંકાસ્પદ હોવાની બાતમીના આધારે ત્યાં જઇ તપાસ કરતાં રાજેશ વેલજી કોલી ઉ.વ.૨૩ રહે. ઢોરવાડાની બાજુમાં અંજલી નગર, સુરલભીટ રોડ, મળી આવ્યો હતો અને તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદુક મળી આવી હતી. હાથ બનાવટની દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ તેની ન હોવાથી તેના વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ હેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.