-
Today 22-12-2024 05:01:am
તાજેતરમાં રમાયેલી ipl મેચ અને અન્ય ક્રિકેટ મેચ નું વિવિધ પ્રસારણ માધ્યમો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રસારણ કરીને તેમજ તેના પર ઓનલાઇન બેટિંગ ની કાર્યવાહી કરી શકતો રમાડવા બદલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી દરમિયાન અંદાજે અઢીસો કરોડ જેટલી મિલકતો ટાંચમાં લેવામાં આવી. આ કેસમાં ગુજરાતમાં કચ્છમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં એકમાત્ર કચ્છમાં આ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય રાજ્યોમાં રાજસ્થાનના અજમેર ખાતે દમણ તેમજ ભારતના મુંબઈ અને થાણેમાં 22 તારીખના રોજ પાડવામાં આવેલા દરોડા દરમિયાન અનેક જંગી મિલકતો ઈડીએ પોતાના હસ્તક લઈ લીધી હતી. આ તમામ કાર્યવાહી પી એમ એલ એ 2002 કરવામાં આવી છે અને જ્યાં સુધી આ તમામ વ્યક્તિઓ નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી તેમની તમામ મિલકતો ના જાપ્તા હેઠળ રાખવામાં આવશે. આ પગલાના કારણે સટોડીયાઓ અને ગેરકાયદે પ્રસારણ કરતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જોકે અબજો કરોડોના ક્રિકેટના સત્તા કો ભાંડ અને ઓનલાઈન બેટિંગના કારોબાર માં આ રકમ પાસેરાની પુણી બરાબર ગણાય હવે જોવાનું એ રહે છે કે એડી કોઈ મોટા મગરમચ્છ પર હાથ નાખે છે કે પછી આવી નાની નાની મિલકતો ટાંચમાં લઈને જ શાંત બેસી રહે છે.
ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ દ્વારા ક્રિકેટ અને આઈ પી એલ મેચના સટ્ટા તેમજ ઓનલાઇન બેટિંગ અને ગેરકાયદેસર બ્રોડકાસ્ટિંગ સંદર્ભે દેશભરમાં દરોડા પાડીને મિલકતો ટાંચમાં લેવામાં આવી છે ઇન્ટરનેટ થકી સટો રમાડતા શખશો ની ગુજરાતમાં કચ્છ, રાજસ્થાનના અજમેર દમણ તેમજ મહારાષ્ટ્રમાં થાણે અને મુંબઈમાં પીએમએલએ 2002 હેઠળ કેસ કરીને અંદાજે 219. 30 કરોડની માલ મિલકત અને અસ્ક્યમતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.