-
Today 22-12-2024 05:20:am
પશ્ચિમ રેલવે દ્વારા નવા સ્ટેશનો ના નિર્માણ માટેની એક દરખાસ્ત રેલવે બોર્ડ સમક્ષ મૂકવામાં આવી છે આ મંજૂરી મળીએ એકલા ગુજરાતમાં જ 36 નવા રેલ્વે સ્ટેશન નું નિર્માણ કરવામાં આવશે આ દરખાસ્ત અન્વયે સૌથી વધુ રેલ્વે સ્ટેશન ગુજરાતમાં નિર્માણ કરાશે જેમાં જખો પોર્ટ નલિયા રેલ્વે લાઈન પર ચાર નવા સ્ટેશન બનાવવામાં આવશે. રેલવે બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ છોટાઉદેપુર ધાર રેલ્વે લાઈનમાં 10 રેલવે સ્ટેશન, દાહોદ ઝાબુઆ ધાર ઈન્દોર રેલ્વે લાઈન પર 16 રેલવે સ્ટેશન અને નલિયા જખો પોર્ટ રેલ્વે લાઈન પર ચાર નવા સ્ટેશન ની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા મોડાસા શામળાજી રોડ અને ભીમનાથ ધોલેરા રોડ પર એક એક નવું રેલવે સ્ટેશન બનાવવા માટેની મંજૂરી પણ માંગવામાં આવી છે. શામળાજી ખાતે રેલવે સ્ટેશન બનાવવા માટેની મંજૂરી જો મળી જાય તો પછી ઉદયપુર શ્રીનાથજી તરફની યાત્રા ઘણી સરળ થઈ પડશે. ભુજ થી નલિયા રેલવે લાઇન શરૂ થઈ ચૂકી છે ત્યારે જખો પોર્ટ નલિયા વચ્ચેના ચાર નવા સ્ટેશન ના કારણે સ્થાનિક લોકોને પણ ખૂબ જ સુવિધા મળી રહેશે અને પરિવાર માટે સરળ થઈ પડશે.