-
Today 22-12-2024 05:18:am
નકલી ઇડી કેસમાં પૂર્વ કચ્છ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સહિત ના આઠથી વધુ લોકોને પકડી પાડ્યા બાદ હવે રહી રહીને ઘણા દિવસે તેમાં અનેક ખુલાસા થઈ રહયા છે અને રાજકીય રંગ પડ્યો છે. કચ્છ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ધીરે ધીરે બગડી રહ્યો છે પરંતુ નકલી ઈડી ની ટીમ અને તે અંગે ગૃહમંત્રી કરેલા ટ્વિટ બાદ તેના જવાબમાં આપના નેતાઓએ શરૂ કરેલી ટ્વિટર વોર ના કારણે વગર તાપણાએ ગરમાવો આવી જાય તેમ છે. નકલી ઇડિ કેસમાં સતાર માંજોઠી અને મંડળી પકડાઈ તેને ઘણો સમય વીતી ગયા બાદ અચાનક ગૃહ મંત્રીએ ટવીટર પર આપના નેતાઓ સાથેના તેના ફોટા શેર કરીને અનેક સવાલ ઉઠાવ્યા. ત્યારબાદ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તેમને તપાસ દરમિયાન અનેક બાબતો જાણવા મળી છે જેમાં આપના ગોપાલ ઇટાલીયા તેમજ મનોજ સોરઠીયા ખાતે બે મહિના અગાઉ બેઠક યોજી હતી. આ સંદર્ભે અન્ય લોકોની પણ પૂછપરછ થઈ શકે તેવી પણ એક વાત તેમણે કરી હતી. ઈડીની નકલી રેડ માં અબ્દુલ સતાર માંજોઠી ની મુખ્ય ભૂમિકા હોવાનું સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસ સાબિત કરી શકે તેમ છે ત્યારે આપના રાજ્ય તેમજ કેન્દ્ર સ્થિત નેતાઓ ના પગતળે રેલો આવે છે કે કેમ એ તો સમયે જ કહે છે પરંતુ અત્યારે આ મુદ્દે આપના નેતાઓએ ગૃહમંત્રી નો જવાબ ભાજપના નેતાઓ ખાસ કરીને કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે અને અન્ય પોલીસ અધિકારીઓ સાથે સત્તાર માંજોઠિના ફોટા વાયરલ કરવા શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખને છે કે સત્તાર માંજોઠિ અને આપનું કનેક્શન એ કચ્છમાં સર્વવિદિત વાત છે તો બીજી બાજુ તેની સામે જામનગર અને ભુજ મા પણ 302 અને 307 ની કલમ હેઠળ ગુના નોંધાયેલા છે જે વાત પણ મોટાભાગના લોકો જાણે છે . કચ્છમાં આ કોઈ અજાણી વાત નથી પરંતુ કચ્છના કોઈ વ્યક્તિએ ગૃહમંત્રી સુધી આ વાત પહોંચાડી અને ત્યારબાદ તેમના દ્દ્વારા કરવામાં આવેલું ટ્વીટ અત્યારે ભર શિયાળે ગરમી સર્જી રહ્યા છે.