-
Today 04-08-2025 03:46:pm
ગાંધીનગર, તા. 21 : ઈસરો અને પીઆરએલ જેવી અગ્રીમ અવકાશ સંશોધક સંસ્થાઓનાં ઘર સમાન ગુજરાતમાં ભવિષ્યની અવકાશમાં ઉપગ્રહો છોડવા જેવી ગતિવિધિઓ માટે લોન્ચપેડ ઊભું કરવાની વિચારણા સક્રિયપણે થઈ રહી છે. મોટા અને જાણવા જેવા સમાચાર એ છે કે, લોન્ચપેડ સ્થાપવા માટે ધોલેરા સિવાય સરકાર દેશના છેવાડાના સરહદી પ્રદેશ કચ્છને પણ લોન્ચપેડ સ્થાપવા માટે પસંદ કરી શકે છે.