-
Today 03-03-2026 09:37:am


અબડાસામાં ભૂમાફિયા છેલ્લા ઘણા સમયથી સક્રિય થયા છે અને રેવન્યુ રેકોર્ડમાં ખોટા સહિ સિક્કા કરીને ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. આ અંગે આધાર પુરાવા સાથે ખીરસરા વિઝાણ ના સરપંચ અને તલાટી કમ મંત્રીએ કલેકટર કચેરી સહિત તમામ જગ્યાએ રજૂઆત કરીને ફરિયાદ દાખલ કરવા અરજી કર્યા ને એક મહિનો વીતી જવા છતાં હજુ પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
અબડાસા–કચ્છ મધ્યેના ગ્રામ પંચાયત લેટરપેડ અને સિકકાની ખોટી ઓળખ ઉભી કરી સરકારી રેકર્ડમાં ઉપયોગ કરવામા આવ્યો હોવાની ફરિયાદ ખુદ તલાટી મંત્રી અને સરપંચ કુલસુંમબેન દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અબડાસા-કચ્છના રે.સ.નં.૨૮ની ખેતીની જમીનને બીનખેતી ફરવવામાં આવેલ છે.જેથી તેના વેરા બાબતેની અને હુકમો બાબતે તપાસ કરતા તેમા અમોને માહિતી મળેલ કે આ જે બીનખેતી હુકમ કરવામાં આવેલ ત્યારબાદની નગરનિયોજનના નકશા મંજુર થયેલ તથા ખાણખનીજની લીઝમંજુરી પ્રક્રિયામાં પણ અગાઉ જ કરવામાં આવેલ છે જેથી આ માહીતી બાબતે શંકા ઉપજતા
અસલ તરીકે રજુ કરવામા આવેલું લેટરપેડ અને તેના ઉપરના લખાણો તથા સહી સિકકા સરપંચ કે તલાટી ના નથી.જેથી ફરજ પરના વિસ્તાર ગામ ખીરસરા(વી) મધ્યે અમારી જાણ વગરએ ખોટી રીતે દાખલા બનાવેલ છે તથા તલાટી વગેરેની સહિ અને સિકકા કરવામાં ખોટી રીતેઆવેલ છે. અને તે દાખલાઓ અલગ-અલગ સરકારી કચેરીમાં અસલ તરીકે રજુ કરવામાં આવેલ અને તે આધારે સરકારી મંજુરી મેળવવામાં આવેલ છે. તેમજ સરકારી કચેરીમાં જે સાધનીક કાગળો જે રજુ કરવામાં આવેલ છે. તે જોતા પણ તેમાં પણ ખોટી રજુઆત અને મિલાપીપણું કરી સરકારી રેકર્ડની સાથે ચેડા કરેલ છે.જે તમામ કાગળોની નકલ પણ સાબિતી તરીકે રજૂ કરવામાં એવીંછે. ફરિયાદ માં વધુ માં કહેવાયું છે કે અમારી સહી અને સિકકાનો ઉપયોગ આ કામના ખેડુત નામે મનોજ શીવજી સંધાર વાળાએ તથા તે સાથેના ભુમાફીઓ દ્વારાએ દાખલા અને અમારી સહિ અને સિકકાનો ખોટીરીતે બનાવીને અલગ-અલગ કચેરીઓમાં ખોટી રીતે તેમનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ ખોટી રીતે ખોટા આધારો બનાવનાર વ્યકિત વિરૂધ્ધ તપાસ કરવામાં આવે અને તેમની દ્વારા કરવામાં આવેલ આ ગુનામાં સંડોવાયેલ તમામ સામે ફોજદાર કાર્યવાહી કરવામાં આવે . આરોપીઓએ એક સંપકરી આ ખોટી રીતે ઉભા કરવામાં આવેલ દાખલા અને અમારી સહિ અને સિકકા નો ખોટીરીતે બનાવેલ બાબતે ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે અને રેવન્યુ રેકર્ડ દુષિત કરેલ છે. આ કામે અમો પાસે તમામ આધાર પુરાવા રહેલ છે . અબડાસામાં ભૂમાફિયા સક્રિય અને તંત્ર ઊંઘમાં: એક મહિનો થયો છતાં ફરિયાદ ની તપાસ ઠેર ની ઠેર