-
Today 21-04-2026 03:20:pm

ભારતના બંધારણ દ્વારા મળેલ મૂળભૂત અધિકારોમાં દરેક નાગરિકને પોતાના ધર્મ અને રૂઢી દ્વારા સ્થાપિત અધિકારોને બંધારણમાં સ્પષ્ટ રીતે સ્થાપિત કરવામાં આવેલ છે. દરેક વ્યક્તિ પોતાના ધર્મ અને રૂઢી દ્વારા સ્થાપિત દરેક કૌટુંબિક કાયદાઓમાં માને છે. ગુજરાત સરકાર ucc નામનો ગેર બંધારણીય Targeted Civil Code વિધાનસભામાં મંજૂર થઈ ચૂક્યો છે. આ કાયદો નાગરિકોની વ્યક્તિગત સવાતંત્રતાનો ભંગ કરે છે.વયસ્કોના નિર્ણય લેવાના સિદ્ધાંતનો ભંગ કરે છે. ધાર્મિક ઓળખનો નાશ કરે છે.મુસ્લિમ ખ્રિસ્તી સમુદાયના વારસા અને દત્તક લેવાની પ્રક્રિયામાં ફેરફાર કરે છે. જૈન અને શીખ ધર્મની પોતાની આગવી ધાર્મિક ઓળખ અને લગ્ન પ્રથાઓ (આનંદ કારજ) પર અસર કરે છે. તેમજ ગુજરાતની કુલ વસ્તીના આશરે ૧૪.૭૫% લોકો આદિવાસી છે. જેમને આ કેહવાતી "સમાન"નાગરિક સંહિતામાંથી બહાર રાખવામાં આવે.તો આ સંહિતાને ખરેખર "સમાન" (Uniform) કહી શકાય?
યુસીસી કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ લોકોને પોતાના ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ ૨૫-૨૬-૨૮ અને ૨૯ની જે સ્વતંત્રતા આપવામાં આવેલ છે તે બંધારણીય હકોનું ઉલ્લંઘન થાય છે. 203821 લોકો મિસ કોલ કરીને આ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવેલ હતો .
UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન છૂટાછેડા વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે. સરકારે બિલમાં રાખી છે છૂટછાટ આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે. પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ.સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે. જસ્ટિસ રંજના દેસાઈ સમિતિનો અહેવાલ ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેના આધારે આ વિધેયક તૈયાર કરાયું છે.