-
Today 10-07-2026 05:05:pm


કચ્છના ખનીજ માફિયા બેફામ: ખાણ ખનીજ ખાતાની ટીમ ને જાનથી મારી નાખવાની ધમકી : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ખાણ માફિયાને રોકવા વાળું કોઈ નથી રાપર ના ચિત્રોડ પાસે અંજાર ખાણ ખનીજ કચેરીના ખાણ સુપરવાઇઝર ગૌતમ પરમાર અને તેના સહાયક મેરામણ ગોજીયા એ ચાઇનાકલે ભરેલા ત્રણ ડમ્પર પકડતા પ્રવીણ કરસન કોલી અને તેના દીકરાએ કર્યો હુમલો ધકબુસટ કર્યા બાદ પથ્થરોના ઘા કરીને પોતાના સાગરીતોને બોલાવ્યા: ને સાથીદારોએ ધમકી આપી જો રોડ પર ડમ્પર ઉભો રખાવ્યું તો તારા પર ડમ્પર ચડાવીને મારી નાખશું એવી ધમકી આપતા સમગ્ર મામલો ગાગોદર પોલીસ મથકે પહોંચ્યો પશ્ચિમ કચ્છમાં પણ ફાટીને ધુમાડે ગયેલા ખાણ માફિયા તંત્ર પોલીસ કોઈને ગાંઠતા નથી: ઉલટા નું ચોરી ઉપરથી સીના જોરી કરતા હોય તેમ તંત્ર અને પોલીસને પણ સમય આવે દોડાવી દે છે કચ્છની મહામૂલી જમીન માંથી ખજાના સમૂહ ખનીજ ચોરીને પોતાના ખિસ્સા ભરતા આ માફિયાઓ સામે તંત્ર શા માટે લાલ આંખ નથી કરતું? તંત્ર અને પોલીસ સહિતના તમામ લોકો કોની લાજ કાઢે છે? લાખો રૂપિયાનું ખનીજ ચોરીને વટથી ખુલ્લેઆમ ફરતા ખનીજ ચોરો ને માથે કોનો હાથ છે જેના કારણે તેઓ આટલા બેફામ બન્યા છે કે સરકારી અધિકારીઓને પણ જાન થી મારી નાખવાની ધમકી આપે