-
Today 08-06-2026 10:46:pm


દીકરાની ઉંમરના યુવકનો ભરોસો નીવડ્યો ઘાતક:માં સમાન વૃદ્ધ પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા ને ભુજ ની અદાલતે ફટકારી ફાંસી ની સજા ૨૨-૦૨-૨૦૨૩ ના રોજ અપહરણ, રેપ વીથ મર્ડરનો બનાવ બપોરે બન્યો હતો. મુંદરાના રતાડીયા ગામે રહેતી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામદેવ પીર મંદિરના દર્શને કરી પરત ફરતા હતા ત્યારે સચિન માવજી કુવરીયા (સથવારા) (ઉ.વ. ૨૪, મૂળ રહે. લુણી, મુંદરા. હાલે રહે. નારાણપર, ભુજએ-લિફ્ટ આપી ત્યારબાદ બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસ તપાસ માં સચિન પકડાઈ જતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે બદકામ કરીને નવા જતો હતો ત્યારે વૃદ્ધાએ તેને કળકળતી આંતરડીએ શ્રાપ દીધો હતો જેનાથી ખુન્નસે ભરાઈને સચિને લૂંગી વડે ગળું દબાવી હત્યા નિપજાવી હતી.
સચિને આચરેલાં અપરાધની બર્બરતા, ગુનાહિત માનસિક્તા, મૃતકના પરિવારે વેઠેલી પીડા, ગુનો આચર્યાં બાદ પણ અપરાધીને તેનો કોઈ પશ્ચાતાપ નહીં હોવા સહિતની વિવિધ બાબતોનું આકલન કરીને કોર્ટે ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી ઈપીકો કલમ ૩૦૨ હેઠળ મૃત્યુદંડની સજા સાથે ૧ લાખનો દંડ તથા ઈપીકો કલમ ૩૭૬ એ તળે આજીવન કેદ સાથે એક લાખનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૩૬૪ હેઠળ પણ કૉર્ટે તેને દોષી ઠેરવ્યો હતો અને કૉર્ટે મૃતકના વારસદારોને ૧૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ગુનાની તપાસ પ્રાગપરના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક સૂર્યકાન્ત ત્રિવેદીએ કરેલી. કોર્ટમાં સરકાર તરફે એડવોકેટ દિનેશ જે. ઠક્કરે હાજર રહ્યા હતા.