-
Today 22-12-2024 01:17:am
સામાન્ય રીતે ગુનેગાર પકડાય અને પોલીસ તેના વિશે અને તેને સાથે કનેક્શન હોય તે બાબતે પત્રકારો સાથે વાત કરતી હોય છે. તાજેતરમાં કચ્છમાં પકડાયેલા નકલી ઈડી કેસના આરોપી એવા સત્તાર માજોઠી એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાથી આ સમગ્ર કેસ નું કનેક્શન ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ આમ આદમી પાર્ટી સાથે જોડ્યું અને ત્યારબાદ પૂર્વ કચ્છ એસપી સાગર બાગ્મારએ પણ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી તરફ ઈશારો કરતા આમ આદમી પાર્ટી ના નેતાઓ છંછેડાયા છે અને હવે સામેથી પોલીસ સમક્ષ આવીને ધરણા પર બેસી જતા પોલીસની સ્થિતિ કફોડી બની છે. આજે ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી સહિતના આમ.આદમી પાર્ટીના નેતાઓ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી પહુંચ્યા હતા અને તેમને પોલીસની સામી પૂછપરછ શુરૂ કરી હતી. જોત જોતામાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો પણ એકઠા થઈ જતાં પોલીસ ને જવાબ આપવો ભારે પડ્યો હતો. ગોપાલ ઇટાલીયા પોલીસ સ્ટેશન ખાતે વાત કરતા જણાવ્યું હતું કે આ કેસમાં દસ દિવસ પછી અચાનક ભાજપના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ આપના નેતાઓ સાથેનો આરોપીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેના પછી પૂર્વ કચ્છ એસ પી સાગર બાગ્મારએ પત્રકાર પરિષદમાં નહીં પરંતુ પોતાની ચેમ્બરમાં અલગથી એવો ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં આપના નેતાઓ ની પૂછપરછ કરાશે તેઓ ઉલ્લેખ કર્યો હતો. ગોપાલ ઇટાલીયા પોલીસની હાજરીમાં જણાવ્યું હતું કે આજ સુધી નથી તો પોલીસે મને પૂછપરછ માટે કોઈ ફોન કોલ કર્યો કે કોઈ એવા પ્રકારની નોટિસ મોકલી અને હું સામેથી આવ્યો છું ત્યારે પણ આ લોકો મારી કોઈ જ પ્રકારની પૂછપરછ નથી કરી રહ્યા. તેમણે એસ પી એ શા માટે આવું કર્યું અને કોને સારું લગાડવા માટે આવું કર્યું તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા. આપના નેતાઓ સાથે તોડાઓ પોલીસ સ્ટેશને ધરણા પર બેસી જતા સ્થાનિક પોલીસને તેમને કાબુ કરવા ભારે પડ્યા હતા. કોઈપણ કેસમાં માત્ર નામ લઈને આરોપી ન હોય છતાં સામાન્ય માણસને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખતા અને માનસિક ત્રાસ આપતા પોલીસ કર્મીઓને હવે ઊંટ પહાડ નીચે આવે તો કેવી સ્થિતિ થાય તેનો અનુભવ થઈ રહ્યો હશે તેવું સામાન્ય માણસોમાં ચર્ચાઈ રહ્યું છે