-
Today 22-12-2024 01:30:am
જબ ચૂપ રહેગી જુબાને ખંજર લહૂ પુકારેગા આસ્તીન કા સારાએ કચ્છમાં ચર્ચાની એરણે ચઢેલો પ્રેમ,ક્રાઈમ અને પશ્ચાતાપનો અનોખો કિસ્સો કોઈ વ્યક્તિ અપરાધ કરે અને તેનાથી બચવા માટેની તમામ સાવચેતી રાખે અને બચી પણ જાય પરંતુ કુદરતના ન્યાયથી બચી શકાતું અંતે અંતર આત્મા ડંખે છે અને ગુનો કરનારે કબુલાત કરવી જ પડે છે. બોલીવુડની ક્રાઈમ થ્રીલરને આંટી મારે તેઓ એક કિસ્સો કચ્છમાં બન્યો છે સમગ્ર કિસ્સો એવો છે કે નાડાપા ગામે રહેતી મૂળ ખાવડા નજીક ગોડપર ની વતની એવી રામી આહીર ના બબ્બે લગ્ન થયા છતાં તે પોતાના પ્રેમીને પામવા માટે આપઘાત કરીને મરી ગઈ, અને તેના પરિવારે તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું પરંતુ થોડો સમય પસાર થતા અચાનક એક દિવસ રામી પોતાના પ્રેમી અનિલ સાથે પિતા પાસે આવી ચડી ત્યારે એક ન સમજાય તેવી આંટીઘૂટી વાળા રહસ્ય પરથી પડદો ઉચકાયો અને એક આંચકા જનક હકીકત સામે આવી જેમાં હતું એક હત્યારા નું કન્ફેશન ભુજ ભુજ તાલુકામાં નાડાપા ગામે રહેતી મુળ ખાવડા નજીક ગોડપરની વતની રામી ના લગ્ન ખારી ગામે થયેલા. દસ વર્ષના લગ્નજીવન છતાં પતિ પત્નીને મેળ ન આવતા તેણે છૂટાછેડા લઈ લીધા અને પંદર દિવસ બાદ તેના પરિવારે તેને કાનજી ચાડ નામના સમાજના જ અન્ય યુવક જોડે લગ્ન કરાવી દીધા. ખરેખર રામીને ખારી ગામમાં રહેતા અનિલ આહીર નામના અન્ય એક પરિણીત પુરુષ સાથે આંખ મળી ગઈ હતી અને તે તેની સાથે લગ્ન કરી ઠરી ઠામ થવા માંગતી હતી પરંતુ બંને પરણિત હોવાથી આ શક્ય ન બનતા અનિલને કાયમ માટે પોતાનો ન કરી શકવાના અફસોસ સાથે રામીએ તેના સાસરીમાં જ લાકડાની ભારીમાં આગ લગાડીને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર બાબત તેણે મોબાઇલમાં રેકોર્ડ કરીને પુરાવા રૂપે ગામ લોકો માટે મૂકી પણ ખરી . માતા પિતાએ અને સાસરીવાળાએ પણ રામી મરી ગઈ તેમ સમજીને રડી રડીને મન મનાવ્યું હતું ત્યાં અચાનક 27 મી સપ્ટેમ્બરની રાત્રે રામી તેના પ્રેમી અનિલ જોડે વતનમાં પિતાને મળવા આવી પહોંચી ત્યારે પિતાને હસવું કે રડવું એ જ ખબર ના પડી. રામીએ કબુલાત તરીકે તેણે આપઘાતનું માત્ર નાટક કર્યું હતું અને તેના પ્રેમી અનિલે ભુજ ખાતેથી હમીરસર પાસે પડ્યા રહેતા એક વૃદ્ધ ભિખારી નું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી અને તેનો દેહ રામી આત્મહત્યા કરી હોવાનું નાટક કર્યું હતું તે સ્થળે નાખીને સળગાવી દીધો હતો. જેથી કરીને તેના હાડકા જોઈને પરિવારજનોને એમ લાગે કે ખરેખર રામી સળગી ગઈ હતી . જુલાઈ મહિનામાં અનિલે ભુજ આવીને વૃદ્ધને બળજબરીથી લઈ જવાનું કૃત્ય કર્યું હતું અને તે જ રાત્રે તેને મારી નાખીને આખો દિવસ તેની લાશ ગાડીમાં લઈને ફર્યો હતો. મોડી રાત્રે લાશને રામીના દૂરના કાકાજી સસરા ના લાકડાના વાડામાં રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ રામીએ વિડીયો ઉતારી પોતે આત્મહત્યા કરી હોવાનું સાબિત કરીને અનિલ સાથે ભાગી ગઈ હતી. આ બંને એ પૂરેપૂરી સાવચેતી રાખી હતી અને પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ થયા હતા . બંને આત્મહત્યાના નાટક પછી દ્વારકાના ભાણવડ ગામે રહેતા હતા પરંતુ તેના અંતરાત્મા પર એક હત્યાનો બોજ તેમને જીવવા નહતો દેતો તેથી બંને નક્કી કર્યું કે કચ્છ પરત ફરશે અને મોમાઈમોરા દર્શન કરીને જીવન ટૂંકાવી નાખશે. આ રીતે નક્કી કરીને બંને રામીના પિતા પાસે આવ્યા અને રામીએ સઘળી વાત તેના પિતાને કરતા પિતાએ પોલીસને જાણ કરી. આ પ્રેમી યુગલ ભાગીને આત્મહત્યા કરવા માંગતું હતું પરંતુ પોલીસે બંનેને પકડી અને તપાસ કરતા સમગ્ર હકીકતનો ઘટસ્ફોટ થયો હતો. હાલ પ્રેમી પ્રેમિકા પોલીસ કચેરીમાં છે અને પોતે કરેલા ગુના પર પશ્ચાતાપ કરી રહ્યા છે તો બીજી બાજુ અજાણ્યા વૃદ્ધ કે જેની હત્યા આ લોકોએ કરી હતી તેનું રેખાચિત્ર બનાવીને તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે.