-
Today 22-12-2024 01:10:am
રાપર તાલુકાના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે આ દુર્ઘટના ઘટી હતી. હજુ તો તહેવારોના દિવસ પુરા નથી થયા ત્યાં એક પછી એક ડૂબી જવાથી મોતની કચ્છમાં ફેલાવી દીધી છે. ગઈકાલે માંડવી નો દરિયો પીતા પુત્રને ગરક કરી ગયો ત્યારે આજે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બે બાળકો ને બચાવવા જનારા બે વ્યક્તિ મોતને ભેટ્યા હતા. તેઓ જે બાળકો ને બચાવવા ખાતર નર્મદા કેનાલમાં હતા તે બંને બાળકો નો પણ હજુ સુધી કોઈ પતો લાગી શક્યો નથી રાપરના થાનપર ગેડી વિસ્તારમાં કપાસના ખેતરોમાં કપાસ વીણવા આવેલા આદિવાસી મજૂરો ના પરિવાર પર આભ ફાટી પડ્યું માતા પિતા ખેતરમાં કપાસ વીણતા હતા ત્યારે આ બંને બાળકો રમતા રમતા કેનાલ પાસે પહોંચી ગયા હતા અને પછી ડૂબવા લાગતા ત્યાં રહેલા માણસો તેમને બચાવવા પડ્યા હતા. દુર્ભાગ્ય તેઓ બાળકો અને બચાવવામાં સફળ નહોતા રહ્યા પરંતુ આ પ્રયાસમાં તેમને પોતાનો જીવ પણ ખોયો હતો. સ્થાનિક લોકોએ જેમતેમ કરીને બચાવવા પડેલા બંને યુવકોની લાશ બહાર કાઢી હતી જોકે બાળકો માટે શોધખોળ હજુ ચાલુ છે. આ દરમિયાન લોકોએ 108 ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેમને પણ આ બાબતે તપાસમાં ઝુકાવ્યું છે. થોડા દિવસો પૂર્વે પણ આવી જ રીતે ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારના બે બાળકો ના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા.