-
Today 04-04-2025 07:48:pm
સામાન્ય રીતે હાઈવે પર અકસ્માત નિ વણજાર સર્જાતી હોય છે પરંતુ હવે તો નાનકડા એવા ભુજ શહેરમાં પણ ઘરની બહાર નીકળવું એટલે મોત સામે બાથ ભીડવી એવી પરિસ્થિતિ થતી જાય છે. ભુજમાં ઘરથી બહાર નીકળો તે પૂર્વ ખ્યાલ કરજો કારણકે મૃત્યુદૂત બનીને વાહન ચાલકો, ઓવર સ્પીડ અને મોબાઈલ ફોનમાં ધ્યાન રાખીને વાહન ચલાવતા લોકો કેટલા ના જીવ લેશે? હજી કોડકી રોડ પર બનેલા અકસ્માતના પડઘા શમ્યા નથી ત્યાં તો આજે સવારે કામ પર નીકળેલા પ્રભાબેન લાલજીભાઈ પૂરબીયા ને સ્ટેશન રોડ પર કોઈ અજાણ્યા વાહને ટક્કર મારીને ફેંકી દીધા હતા. તેમના સગાવ્હાલા ને ખબર પડે અને તેમને યોગ્ય સારવાર મળે તે પૂર્વે તેઓ મૃત્યુ પામ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાલ્મિકીવાસ ખાતે રહેતા પ્રભાબેન પુરબિયા સવારે છ વાગે નિત્યક્રમ મુજબ સફાઈ કામ પર જવા નીકળ્યા હતા અને ઘરથી થોડી દુર જ સ્ટેશન રોડ પર વી કે મશીનરી નામની દુકાન પાસે પહોંચે ત્યારે અજાણ્યા વાહને તેમને ટક્કર મારીને ફેંકી દીધા હતા. અકસ્માત અંગે ખબર પડતા છે તેમના ભત્રીજાઓ તેમને ઘેર લાવ્યા હતા અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પૂર્વે છે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.જી કે જનરલ હોસ્પિટલ ખાતે તેમની ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે સમગ્ર કેસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.