-
Today 04-04-2025 07:52:pm
2024 ને અલવિદા કરવા અને 2025 ને આવકારવા માટે બધા થનગની રહ્યા છે ત્યારે આ થનગનાટમાં કોઈ ગભરાટ ન પ્રવેશે તે માટે સમગ્ર કચ્છની પોલીસ પણ બંદોબસ્ત સાથે તૈયાર છે. ઉજવણીના નામે આવારાગર્દી કરતાં તત્વો ને ભરી પીવા માટે પોલીસે ભુજ સહિત ના શહેરો માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે .લોકો નવા વર્ષ નો આનંદ સારી રીતે માણી શકે અને અસામાજિક તત્ત્વો મેદાન ના મારી જાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડંડા પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે