-
Today 04-04-2025 07:39:pm
અમદાવાદના વેપારી સાથે રતનાલના ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિક દ્વારા છેતરપિંડી કરી હોવાની બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ અંગે અરિહંત લોજિસ્ટિકના ઉમંગભાઇ સેવંતીલાલ શાહ રહેવાસી અમદાવાદએ બાવળા પોલીસ મથકે રતનાલના ટ્રક માલિક વાગજીભાઈ અને ડ્રાઇવર મિસરી હસનખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના એક્સપોર્ટ કરવાના ચોખા ટ્રકમા ભરીને ગાંધીધામ લાવવામાં આવ્યા હતા જેનું સેમ્પલ રિજેક્ટ થતા આ ચોખાનો માલ પરત ન કરી 13 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં જણાવ્યું છે આ અંગેની વધુ મળતી વિગતો મુજબ બાવળા પોલીસ મથકે ઉમંગભાઈ શાહ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે બાવળા ખાતે ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરે છે ગત તારીખ 20 ના રોજ શ્રી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ ભારતના માલિક રાજેગર મેસગરને ફોન કરી ગીતા એન્ટરપ્રાઇઝ ત્રિમૂર્તિ હોસ્પિટલ બાવળા થી ચોખા ભરી ગાંધીધામ લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું જેથી તેમને હા પાડી રતનાલની ટ્રક નંબર 2949 ના ડ્રાઇવર મિસરી હસન ખાન ને ગીતા એન્ટરપ્રાઇઝમાં મોકલી 1400 બોરી આશરે 35 ટન ચોખા કિંમત રૂપિયા 1304,625 નો માલ ટ્રકમાં ભરીને નીકળ્યા બાદ ગાંધીધામના કોટેશ્વર ગોડાઉન ખાતે લઈ ગયો હતો અને જ્યાં ચોખાનું સેમ્પલિંગ કરવામાં આવતા રિજેક્ટ થતા તારીખ 25 ના રોજ ટ્રક માલિક વાગજીભાઈ દ્વારા ફોન કરી માલ રીજેકટ થયો છે તેવી જાણકારી હતી જેથી રિજેક્ટ માલ અને ટ્રક ભાડું જેટલા દિવસ થશે તેનું ચૂકવવાનું જણાવ્યું હોવા છતાં ટ્રાન્સપોર્ટ ના માલિક દ્વારા ઇનકાર કરી માલ પરત કર્યો ન હતો અને આશરે ૧૩ લાખની છેતરપિંડી કરી છે તેવી ફરિયાદ નોંધતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે