-
Today 04-04-2025 07:39:pm
ભુજ ના યુવાન મેહબૂબ ખાટકી નું જીવતર જેર કરી નાખનારી હની ટ્રેપ ના કારસા ઘડનારી ટોળકી ના અમુક આરોપીઓ પોલીસ ના હાથે ચઢી ગયા અને જામીન પર છૂટી ગયા જ્યારે આ કાંડ ની મુખ્ય વિલન એવી મુસ્કાન હજુ પોલીસ પકડ માં નથી આવી . આ દરમિયાન માંડવી ના એક યુવાને મુસ્કાન દ્વારા તેને પર મધ લાળ માં લપેટી ને લૂંટી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને તેણે આ અંગે ન્યાય મેળવવા કાયદા ના રક્ષકો સામે ઘા નાખી છે. તેણે મુસ્કાને તેની સાથે શું કર્યું અને કેટલા રૂપિયા પડાવ્યા ત્યાંથી માંડીને તેની સાચી ઓળખ અને ફોટો સહિતની વિગતો જાહેર કરી છે આ શખ્શના મતે હની ટ્રેપમાં નિર્દોષ લોકોને ફસાવતી રૂપ લાલના ખરેખર મુસ્કાન છે નહીં તેનું અસલી નામ છે રેશમા ઉર્ફે શહેનાજ પઠાણ. તે કિડાણા વિસ્તારમાં પોતાના ગેંગના સાથે રહે છે અને પોતાના નેટવર્ક થકી બકરા શોધીને લોકોને લૂંટવાનું કામ કરે છે માંડવીના ભોગ બનનાર સાથે પણ એને પ્રેમજાળ ફેલાવીને સંબંધો વધાર્યા. ત્યારબાદ પોતાની રીતે તેની સાથે હરી ફરી અને અંતે તેના પર બળાત્કારની ફરિયાદ કરીને તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લીધા. કચ્છ નલીયાના ખારેક કાંડથી લઈને આદિપુરના રિસોર્ટ કાર્ડ સુધી હની ટ્રેક મામલે સમગ્ર દેશમાં બદનામ થયું છે. એક મુંબઈ અને ગોવાથી બોલાવવામાં આવે છે અને માલદાર નબીરાઓને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું અને બ્લેકમેલિંગનું એક વ્યવસ્થિત કાળું નેટવર્ક ચાલે છે. આ બધી વાતની પોલીસને ખબર ન હોય એ અશક્ય છે. આ કેસમાં પણ પોલીસે બધી વિગતો જાહેર કરી પરંતુ યુવાનને પોતાની જાળમાં લપેટનાર મુસ્કાન ઉર્ફે રેશમા ઉર્ફે શહેનાજ પઠાણ ની અસલી ઓળખ કે ફોટો પણ પોલીસે મીડિયા સમક્ષ જાહેર કરવાનું મુનાસીબ નથી માન્યું. એક ચર્ચા મીડિયામાં એવી પણ ચાલી કે ભુજના મહેબૂબ ખાટકીને પોતાની જાળમાં લપેટનારી મુસ્કાન અને ટોળકી સામે પોલીસ ફરિયાદ છતાં પોતાના 22 લાખ રૂપિયા પરત નહીં મળે તેવા ભાઈએ ભોગ બનનાર યુવાન આત્મહત્યા નો પ્રયત્ન કરતા તેનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. હાલ જ્યારે માંડવીના યુવાને આગળ આવીને પોલીસને તમામ વિગતો પૂરી પાડી છે ત્યારે શક્ય છે કે આ યુવતીના ફોટો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો માં જાહેર થતાં અન્ય લોકો તેનો ભોગ બનતા અટકે.