-
Today 04-04-2025 07:44:pm
આજથી ભુજ અને રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવી છે જેને સ્પેશિયલ ટ્રેન નું નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનને 30 જૂન સુધી પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવશે અને ત્યાર પછી ટ્રાફિક પૂરતો મળી રહેશે તો તેને આગળ ચલાવવા માટે રેલ્વે મંત્રોલય દ્વારા વિચારણા કરવામાં આવશે આજે સવારે ભુજ થી રાજકોટ જવા માટે નીકળેલી ટ્રેન નંબર 09446 ના પ્રસ્થાન સમયે રેલવે ડેવલોપમેન્ટ અને કચ્છ પેસેન્જર એસોસિએશન ના પ્રમુખ એ વાય આકબાની મંત્રી પ્રભુ મનવર મનસુખ શાહ તથા રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સૌને મોઢું મીઠું કરાવીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી સામાન્ય રીતે એસ.ટી.ની વોલ્વો નું ભાડું 600 રૂપિયાથી વધુ અને સાદી એસટી નું ભાડું 250 આસપાસ હોય છે જ્યારે ખાનગી બસ અને ટ્રાવેલ્સ વાળા ભુજ થી રાજકોટ માટે 3:30 સુધી 550 રૂપિયા વસૂલ કરે છે આવા સમયે આ ટ્રેન નું ભાડું જનરલ કોચમાં માત્ર સવાસો રૂપિયા રાખવામાં આવ્યું છે જ્યારે એસી ચેર કારમાં 535 રૂપિયા માં ભુજ થી રાજકોટ અને રાજકોટ થી ભુજ પહોંચી શકાશે ભુજથી વહેલી સવારે ઉપડનારી આ ટ્રેન 01:30 વાગે રાજકોટ પહોંચે અને રાજકોટ થી બપોરે અઢી વાગે ઉપરનારી રાત્રે 9:30 ભુજ પહોંચશે. ભુજ થી અનેક લોકો પાસપોર્ટ ના કામે કે પછી દવાના કામે રાજકોટ જતા હોય છે હવે આ લોકો માટે આ સમય જરા પણ અનુકૂળ આવે તેવો નથી એના બદલે ટ્રેન જો વહેલી સવારે ઉપાડવામાં આવે અને સવારે 10:30 આસપાસ રાજકોટ પહોંચે અને રાજકોટથી સાંજે ચાર અથવા પાંચ વાગે ઉપડે અને રાત્રે ભુજ પહોંચે તો એક જ દિવસમાં કચ્છના લોકોને તેનું કામ પતાવીને પરત આવવામાં સરળતા રહી શકે આ બાબતે રેલવે ડેવલપમેન્ટ એન્ડ પેસેન્જર એસોસિએશન દ્વારા રેલ્વે મંત્રાલય તેમજ સંબંધિત લોકો સુધી લોકોની લાગણી પહોંચાડવામાં આવે તે જરૂરી છે કારણ કે અંતે તો અગાઉ પણ આવી તેનો શરૂ થઈને બંધ થઈ જેનો કશો જ લાભ સૌરાષ્ટ્ર કે કચ્છની જનતાને મળી નથી શક્યો થોડા વર્ષો પૂર્વે આનંદ એક્સપ્રેસ નામની ટ્રેન પણ રાજકોટ અને ભુજ વચ્ચે દોડાવવામાં આવી હતી પરંતુ તે ટ્રેન સેવાનું પણ થોડા સમયમાં યાત્રીઓના અભાવે બાળ મરણ થઈ ગયું હતું તેનું ખરું કારણ આ સમયે જ હતો. જો સમય યોગ્ય રાખવામાં આવે કારણ કે કચ્છના મોટાભાગના લોકોને રાજકોટ પાસપોર્ટ ઓફિસ માટે જવું પડે છે આ ઉપરાંત ઉદ્યોગિક અથવા બીજી રીતે પણ રાજકોટ સાથે સંકળાયેલા કછવાસીઓ છે અને ખાસ કરીને દવા માટે પણ લોકો રાજકોટ જતા હોય છે તો જ્યારે આટલું સસ્તું ભાડું અને સરસ સેવા ચાલુ કરવામાં આવી છે તો તેનો સમય લોકોને અનુકૂળ કરવામાં આવે કારણ કે અંતે તો આ સેવા લોકો માટે જ છે તો તેનો ફાયદો સામાન્ય લોકોથી માંડીને તમામ લોકોને મળી શકે અને પૂરતા યાત્રીઓ મળતા રેલવેને પણ આ રૂટ નફાકારક સાબિત થઈ શકે