-
Today 04-04-2025 07:40:pm
ખીરસરા વિંજાણ ગામની ગૌચર જમીન ખાણ માફીયાઓ ને આપી દેવાની વાત અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત થઈ છે ત્યારે ગામ ના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કલેક્ટર સહિત ના તંત્ર ને રિવેન્યુ રેકોર્ડ સુધારવા માટે પત્ર લખી માંગ કરવામાં આવી છે . ગામ ના સરપંચ કુલસુંમબેન તેમજ ઉપસરપંચ આદમભાઈ હિંગોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે ખીરસરા વિઝાણ નાં રેવન્યુ દફતરે ઘણી બધી એવી ક્ષતિઓ ભુલો છે જે કાયમી માટે સુધારવાની અતિ આવશ્યકતા છે વર્ષ ૨૦૧૪ માં એજન્સી દ્વારા જે માપણી થયેલ છે તેમાં પણ ઘણાં એવા સર્વે નંબર છે જેમાં માપણીની ભુલો છે અને ત્યારબાદ અમારી જમીન નું રિ-સર્વે પ્રમોલગેશન પણ થયેલ નથી. ગામ ના રેવન્યુ દફતરે જે ગૌચર જમીન નું ઉલ્લેખ છે તે જે તે સર્વે નંબર ના ૭/૧૨ માં ખેતરનું નામ ગૌચર લખવું એવું લખેલ છે અને મામલતદાર અબડાસા દ્વારા વર્ષ ૨૦૨૧ માં ક્ષતિ સુધારણાના હુકમ કરી ખેતરનું નામ ગૌચર લખવું જે ઉલ્લેખ છે પરંતું નિયમ અનુસાર ગૌચર જમીન માટે નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવેલો ગૌચર નીમ નો હુકમ હોવો જરૂરી છે અને નીમ થયેલ ગૌચર જમીન ને લાગતા સર્વે નંબર નાં ૭/૧૨ માં કબ્જેદાર ગ્રામ પંચાયત લખેલું હોવું જોઈએ એવી અસંખ્ય ક્ષતિઓ ભુલો છે જે સુધારવાની અતિ જરૂરીયાત છે ખેડુતોને સાથણી માં મળેલ જમીન ને નક્શા માં દુરસ્તી બાકી છે તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કોઈ પણ રેવન્યુ ને લગતી મેન્યુઅલ સાધનિક કાગળો પણ ઉપલબ્ધ નથી જેથી કરીને ગ્રામ પંચાયત લેવલે પણ રેવન્યુ બાબતે કોઈ પણ પુરાવા નથી ફક્ત મામલતદાર કચેરી ખાતે ૬નુ હક્કપત્રક છે જે હક્કપત્રક પણ વર્ષો પહેલા તલાટીઓની છેડછાડ નાં કારણે સંપુર્ણપણે જર્જરિત હાલતમાં હોઈ તેમાં નોંધો ની વિગતો પણ સ્પષ્ટ વંચાતી નથી .આથી તંત્ર વાહકો ને સરપંચ તરફથી અરજ કરવામાં આવી છે કે ઉપરોક્ત તમામ બાબતો નું ધ્યાને લઇ ખીરસરા વિઝાણ નાં રેવન્યુ દફતરે રહેલ ક્ષતિઓ ભુલો સુધારીને કાયમી માટે ખેડુતો અને ગ્રામજનો ને સુવિધાઓ અને પોતાના માલિકી ની જમીન ના કાગળો ની તટસ્થ પણે માહિતી મળે તે તમામ હેતુ ને ધ્યાને રાખીને આપની કક્ષાએથી નિયમોનુસાર યોગ્ય પગલાં લેવામાં આવે.