-
Today 22-12-2024 12:58:am
અસત્ય અને અન્યાયનો સામનો કરવા માટે આજના જમાના માં સૌથી મહત્વનું કોઈ હથિયાર હોય તો એ છે સમાચાર. આપણને મળે તો જ ખબર પડે કે આવી ઘટના બની છે અને ત્યાર પછી જ તેની સાથે ન્યાય અન્યાય અને અન્ય બાબતોના પારખા કરી શકાય. આજે જ્યારે મોટા ભાગની કલમો અને મીડિયા હાઉસ વેચાઈ ચૂક્યા છે ત્યારે નાના પરંતુ નિષ્પક્ષ અને મીડિયાની સમાજને ખૂબ જ જરૂર છે અને એટલા માટે જ આપનું સૌનું ચહિતું આપણા સમાચાર હવે આવી રહ્યું છે વેબસાઈટ રૂપે. અમારા ન્યુઝ શોટસ ને તમે ખૂબ જ આવકાર આપ્યો અને સાથે સાથે સમગ્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ની માહિતી લોકો અમારી પાસેથી મેળવતા અને અમને પૂરી પાડતા થયા. અમારી તાકત આપણા સમાચારની તાકાત એ આપણે સૌ છીએ. આપણે એટલે તમે અમે અને હું એમાં બધા જ આવી ગયા અને એટલે જ આપણા સમાચાર લોકભોગ્ય બન્યું છે. આપણા સમાચાર માં અમારું લક્ષ્ય પણ તમને અને અમને એટલે કે આપણા સમાજ ને તમામને નડતી સમસ્યાઓ,ઉઠતા સવાલો અંગે એક બુલંદ પ્લેટફોર્મ પૂરું પાડવું જેથી કરીને ગરીબ તવંગર, ભણેલા અભણ એમ સમાજના તમામ વર્ગ અને જાતિના કોઈપણ ધર્મના જાતના ભેદભાવ વગર એક સંપૂર્ણ નિષ્પક્ષ ભારતના બંધારણને અનુરૂપ એવું સમાચાર માધ્યમ પૂરું પાડી શકીએ અને તંત્ર તેમજ લોકો ની વચ્ચે એક સકારાત્મક કડી બનીને લોકતંત્રની ગરિમા ને ઉજાગર કરી શકીએ.લોકશાહીના ચતુર્થ સ્તંભ એવા મીડીયા અંગે આજે ઘણું સારું નરસુ બોલાય, લખાય અને કહેવાય છે ત્યારે અમારી અમારા વાંચક મિત્રોને એક નમ્ર અરજ છે કે અમે જ્યારે સત્યને પડખે ઊભા હોઈએ ત્યારે અમારી સાથે અડીખમ રહેજો અને જો કોઈ ભૂલ થાય તો અમારો કાન ખેંચવામાં પણ જરા વાર નહીં કરતા, કારણ કે , આપણા સમાચાર કે કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક માલિકીનું નહી પરંતુ એ તમારું મારું આપણું સૌનું છે અને આપણે સૌએ મળીને જ તેના થકી કચ્છનો અવાજ બુલંદ કરવાનો છે.