-
Today 22-12-2024 12:59:am
દેશના ઉદ્યોગ જગતનું રતન લેખી શકાય તેવા દિગ્ગજ ઉદ્યોગપતિ તેમજ પીઢ સમાજ ચિંતક રતન તાતાનું બુધવારની મોડી રાત્રે મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નિધન થઇ જતાં દેશની ઉદ્યોગ આલમ સહિત દેશભરમાં ઊંડા શોક સાથે ઘેરા આઘાતની લાગણી ફેલાઇ હતી.તાતા સન્સના માનદ્ અધ્યક્ષ તાતાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુ:ખભર્યા સમાચાર મળતાંની સાથે જ દંતકથારૂપ ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ આપી હતી.