-
Today 22-12-2024 12:53:am
ખરી પોલીસ કેવી હોય? હિન્દુત્વ એટલે શું? પોલીસ ઇન્સ્પેક્ટરે લીધો કલાસ હાલ ચો તરફ ધર્મના નામે લોકોમાં જેર ભરવામાં આવી રહ્યું છે જેમાં વહીવટીતંત્ર અને પોલીસ પણ ક્યારેક આવી જાય છે ત્યારે હાલ સોશીયલ મીડીયામાં વાઇરલ થઇ રહેલા એક વીડિયો એ અનેક અંધ ભક્તો ની આંખ ખોલી નાંખી છે મુન્દ્રાના પ્રાગપર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી એ બે અલગ અલગ સમાજના લોકોને અટકમાં લીધા હતા ત્યારે હિન્દુત્વના નામે એક વ્યક્તિને છોડાવવા પહોંચેલા ટોળાને પોલીસ ઇન્સ્પેક્ટર બરાબરની શિખામણ આપીને ઈન્સાનિયત ના પાઠ ભણાવ્યા હતા અને ખરું હિન્દુત્વ શું હોય એ બાબત સમજાવી હતી ગાય પર ગાડી ચડાવી દેવા મુદ્દે બે સમુદાયના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં ઝેર મુકવામાં આવી રહ્યું હતું ત્યારે આ બંનેને પોલીસે પકડ્યા હતા. ટામી લઈને હુમલો કરનારા યુવકે પોતાના બચાવમાં પોતે હિન્દુ હોવાનું અને ગાયની રક્ષા કરતો હોવાનું કહેતા તે બાબતે પોલીસે તપાસ કરી હતી અને પેલા લુખ્ખા વ્યક્તિએ આ વાત પોલીસથી બચવા માટે ઉપજાવી કાઢી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તેને બચાવવા માટે આવેલા લોકોને પીઆઇ ત્રિવેદીએ ખરી હકીકત જણાવી હતી તેમણે કહ્યું હતું કે ખરો હિન્દુ તો પ્રકૃતિ સાથે પ્રેમ કરે અને હિન્દુ મુસ્લિમ અને કોઈપણ ધર્મના વ્યક્તિમાં કુદરત અને ઈશ્વર જુએ તે નફરત ના ફેલાવે અને બને ત્યાં સુધી સૌની રક્ષા નું કામ કરે પરંતુ જે રીતે આ વ્યક્તિએ ઝેર ઓકયું એ જોતા તેની સામે પગલા લેવા જરૂરી હતા. આ વિડીયો વાયરલ થતા સૌ કોઈ આ બાબતે ચર્ચા કરી રહ્યું છે અને પીઆઇ હાદિક ત્રિવેદી ની નિષ્પક્ષ્તા તેમજ હિન્દુત્વ અંગેના સાચા ખયાલ અને સિદ્ધાંતોને સેલ્યુટ કરી રહ્યું છે