-
Today 04-04-2025 07:39:pm
કંડલા પાસે આવેલી ઈમામી કંપની માં દુર્ઘટના: સુપરવાઇઝર સહિત પાંચના મોત કંડલા પાસે ઘણી કંપનીઓ આવેલી છે જેમાં ઇમામી એગ્રોટેક નામની કંપનીમાં ગઈકાલે રાત્રે ઘટેલી દુર્ઘટનાએ પાંચ પરિવારના કમાનારા કંધોતર લીધા . આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે કંડલા પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ કંડલા નજીક આવેલી ઈમામી એગ્રોટિક નામની કંપની ના વેસ્ટ મટીરીયલ ના ટાંકામાં પડી જતા પાંચ લોકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે મોડી રાત્રે બનેલા આ બનાવવાની વિગતો જોઈએ તો કંપની દ્વારા પ્રોડક્શન પછી નીકળતો કચરો કરવા માટેની એક ટેન્ક બનાવવામાં આવી છે. આ ટેન્કના જથ્થા પર નજર કરવા ટાંકા પર ચઢેલા સુપરવાઇઝર ટાંકા માંથી છૂટેલા ઝેરી ગેસ ની અસરથી ટાંકામાં ખાબકી પડ્યા હતા, તેની મદદ માટે આવેલો ટેન્ક હેલ્પર અને ત્યાર પછી તેને બચાવવા પડેલા અન્ય ત્રણ કર્મચારીઓ ના ઝેરી ગેસના કારણે ટાંકામાં જ ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. આ દુર્ઘટનાના પગલે ફેક્ટરી અને આસપાસના વિસ્તારોમાં આઘાત ની લાગણી વ્યાપી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્લજ ટેન્ક ની સફાઈ અને જ્યાં કેમિકલ ટ્રીટ થતું હોય ત્યાં સાવધાની અને પ્રોટોકોલ મુજબ કામ કરવાનું હોય છે હવે આ કંપનીમાં તમામ નિયમો પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે વાત તપાસનો વિષય બની છે.