-
Today 22-12-2024 12:38:am
વરસાદમાં છેવાડા ના વિસ્તાર ની બસ સેવા બંધ થાય એ વાત સમજી શકાય તેવી છે પરંતુ હાલ માત્ર એકાદ ડ્રાઇવર ની આડોડાઈ ના કારણે રાજ્ય પરિવહન નિગમ ની બસ સેવા થી વંચિત લોકો ની તકલીફ જ્યારે દૂર થશે એવો સવાલ ખીરસરા સહિત ના વિસ્તાર માં થી ઉઠી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સવારના 7:00 વાગ્યે જીલ્લા મથકે જવા માટે ધંધુકા નલીયા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી જેખીરસરા અને મિયાણી ગામના વિધાર્થીઓને હાજાપર હાઈસ્કૂલ અને કનકપર કોલેજ જવા માટે ઉપરાંત જીલ્લા મથકે આરોગ્ય અને સરકારી કામકાજ અર્થે ઉપયોગી હતી. આવી જ રીતે ભુજ નલિયા એસટી બસ છેલ્લા પંદરેક વર્ષ થી ચાલુ કરવામાં આવી જે તાલુકા મથકે જવા અને કોઠારા અને વિંઝાણ હાઈસ્કૂલ ના વિધાર્થીઓ તેમજ ખાતર બીજ લેવા આવતા ખેડૂતો,દવા અને સરકારી કામ માટે આવતા લોકો માટે આશીર્વાદ સમાં હતી. અચાનક આ બને બસ સેવા 24 ઓગષ્ટ થી સુધી સતત ચાલુ રહી તે બંધ કરી દેવામાં આવી. ખીરસરા મિયાણી થી હાજાપર વચ્ચે નદીનો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી દર ચોમાસે ધોવાણ થાય છે એવી જ રીતે આ વખતે પણ થયો પણ વરસાદ બંધ થતાં એકાદ અઠવાડિયામાં આ રસ્તો આર એન બી વિભાગ નલીયા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરીને રેગ્યુલર ચાલુ કરવામાં આવ્યો અને બસ પણ ચાલુ કરવામાં આવી હતી પણ અમુક સમય બાદ માહિતી મુજબ ડ્રાઈવર દ્વારા રસ્તો ખરાબના બહાના આપીને બસ બંધ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી બને ગામના વિધાર્થીઓના અને વિધાર્થીનીઓ બહુજ હાલાકી ભોગવવી રહ્યા હોવાથી સ્થાનિકો દ્વારા એસ ટી નિગમ ને અવ દનપત્ર પાઠવી ઋત શુરૂ કરવા માંગણી કરવામાં આવી છે . ભાજપ ના બક્ષીપંચ મોરચાના ઉપરાંત ખીરસરા વિંજાણ ગ્રામ પંચાયત દ્વારા કલેકટર ને એક ધગધગતો પાત્ર લખવામાં આવ્યો છે જેમાં આક્ષેપ કરયો છે કે અસંખ્ય રજૂઆતો છતાં લઘુમતી અને દલિત વસ્તી ધરાવતા તેમના ગામ સાથે જરૂરી સુવિધાઓ પુરી પાડવા માતે સ્થાનિક તાલુકા લેવલે કિન્નાખોરી, ઓરમાયું વર્તન કરી ભેદભાવ ભર્યું વલણ રાખી અન્યાય કરવામા આવેછે. અને માત્ર આ કારણે તેમને કલેકટર સુધી રજુઆત કરવાની ફરજ પડી છે. હાલ આ વિસ્તારમાં તાવ અને ઝાડા ઉલ્ટી વગેરે બિમારી ફેલાઈ છે અને લોકો માટે દર્દીઓને જીલ્લા મથકે પહોંચવા માટે પ્રાઈવેટ વાહનનાં ભાડા પરવડે એમ નથી, આર્થિક રીતે નબળા શ્રમિક વર્ગ ના પરિવારો ની હાલત અતિ દયનીય છે જેથી ગ્રામ જનોને પડતી અસુવિધા ને ધ્યાને લઈ સંબધિત તાલુકા સ્તરે માર્ગ અને પંચાયત વિભાગ ના જવાબદાર અધિકારીઓ અને નલીયા એસટી બસ ના મેનેજર ને તાત્કાલિક ધોરણે સખ્ત સૂચના આપી રસ્તાઓ ને રિપેરીંગ કરી અને એસટી બસની સુવિધા ને ફરીથી ચાલુ કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે .