-
Today 22-12-2024 01:16:am
હેલ્મેટ સીટ બેલ્ટ વગર નીકળ્યા બાહર તો ખેર નથી: સ્પેશિયલ ડ્રાઇવ યોજવા આદેશ રાજયમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા દ્વિચક્રીવાહન ચાલકો માટે હેલ્મેટ નો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યકિતની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ગુજરાત રાજયમાં અકસ્માત નિવારણના હેતુસર ટુ વ્હીલર/ફોર વ્હીલર વાહન હંકારતા વાહન માલિકો દ્વારા હેલ્મેટ/સીટ બેલ્ટના ઉપયોગ અંગે મોટર વાહન કાયદામાં કરવામાં આવેલ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે સ્પેશિયલ ચેકીંગ ડ્રાઇવ યોજવા માટે છેક ગાંધીનગર થી આદેશ છૂટ્યો છે. ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્યવહાર કમિશનરશ્રની કચેરી, ગાંધીનગર દ્વારા તમામ જિલ્લાઓ ને સ્પેશિયલ ડ્રાઇવ યોજવા આદેશ આપ્યો છે .